Tuesday 19 March 2019

બહુ મજા પડી...

વિસનગરા નાગર સમાજ મહેસાણા માં બહેનો દ્વારા કીટી પાર્ટી નું આયોજન કરવામાં આવે છે જેમાં વિસનગરા નાગર સમાજની બહેનો ખુબજ હરખ ભેર ભાગ લે છે.



અમારી કીટી પાર્ટી ના મુખ્ય કાર્યકર્તા તરીકે શ્રીમતી પાયલબેન દવે  છે.જે ખુબજ સરસ અને સમજણ સાથે કીટી પાર્ટીનો કાર્યભાર સાંભળે છે.અમારી કિટીની સરસ વાત એ છે કે એમાં વડીલ એટલે કે ઘરડી માતા બહેનો પણ અમને માર્ગદર્શન આપવા હેતુસર કીટી નો હિસ્સો છે.તેઓ એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમારી સાથે ઉભા રહે છે.

લોકો કહેતા હોય છે કે કીટી એટલે તો બહેનો ભેગી મળી ગપ્પા મારતી હોય છે પરંતુ હું કહીશ કે અનુભવ વગર દ્રાક્ષ ખાટી જ લાગે કારણ કીટી માં બધીજ બહેનો પોતે કરેલા નવા કામની ચર્ચા,નવી રસોઈ બનાવી હોય તેની ચર્ચા,પોતાના દીકરા દીકરી એ મેળવેલ સિદ્ધિઓની ચર્ચા,બહેનો એ જુદા જુદા ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિઓ વગેરે વગેરે.આમ ટાઈમ પાસ નહિ પરંતુ સમયના સદુપયોગ માટે કીટી નું આયોજન કરેલ હોય છે.

આ વખતે ની કીટી માં એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું કે જેમની દીકરીઓ એ કોઈ સિદ્ધિ મેળવીને આગળ વધી હોય.
આ ઉપરાંત  જુદી જુદી વન મિનિટ  ગેમ રમવામાં આવી એમાં બધાને પોતાના બાળપણ ની જાને યાદ આવી ગઈ હોય એવું લાગ્યું.બહેનો એ પોતાના માં રહેલી શકતી નો ઉપયોગ કરી રમત જીતવાની કોશિશ કરી.
જેમાં ફુગ્ગા ફોડ રમત માં મને પણ પ્રથમ નંબર પ્રાપ્ત થયો અને આયોજક દ્વારા ઇનામ મળ્યું.


મજા તો ત્યાં આવી કે હોળી પહેલાની આ કીટી પાર્ટી હોવાથી અમારા પાયલબેન રંગ પણ લઈને આવ્યા હતા તેથી સૌ મિત્રો અમે ગુલાલના એક રંગ માં રંગાઈ ગયા.
ના કોઈ ચિંતા,ના કોઈ દુઃખ
સૌ સાથે મળ્યા એટલે હવે 
સુખ જ સુખ



અને પછી તો ગીતો ની રમઝટ સાથે રંગોના તહેવાર ની ખુબજ હરખભેર ઉજવણી...

હોલી ખેલે રઘુવીરા....
હોલી હે...

No comments:

Post a Comment