Thursday 7 May 2020

વિચાર કરે છે...

પંખીઓ આજે વિચાર કરે છે?
શુ  માણસો આપણી નકલ કરે છે

પૂરતો હતો જે પિંજરે
આજે જાતે પુરાયો છે

નિર્દોષ પક્ષીઓને પૂરતો
 પોતાના સ્વાર્થે  પુરાયો છે

પક્ષીઓને ચણ નાખનારો
કણ કણ માટે અટવાયો છે

           - નીપા ભટ્ટ

Friday 1 May 2020

એક ખેડૂત

       
   
        એકવાર ભગવાન ઇન્દ્ર ખેડુતો પર ગુસ્સે થયા, તેમણે જાહેર કર્યું કે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે .. 
તમે પાક ઉગાડશો નહીં ...

    ખેડુતોએ નમ્રતા સાથે ભગવાન ઇન્દ્રની વિનંતી કરી. ઇન્દ્ર દેવે કહ્યું કે વરસાદ ત્યારે જ શક્ય છે જો ભગવાન શિવ તેમનો ડમરુ વગાડે! પરંતુ તેમણે ભગવાન શિવ સાથે ગુપ્ત રીતે ચર્ચા કરી હતી અને તેમને આ ખેડૂતો સાથે સહમત ન થવા વિનંતી કરી હતી. જ્યારે ભગવાન ભગવાન શિવ પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે 12 વર્ષ પછી, ડમરુ વગાડવામાં આવશે.
      નિરાશ ખેડુતોએ 12 વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. પરંતુ એક ખેડૂત નિયમિતપણે ખેતી કરી રહ્યો હતો. બીજ વાવી રહ્યો હતો. અન્ય ખેડુતો તે ખેડૂતની મજાક ઉડાવતા હતા. 
થોડા વર્ષો પછી, અન્ય ખેડૂતોએ તેને પૂછ્યું, "જ્યારે તમે જાણો જ છો કે 12 વર્ષ વરસાદ નહીં આવે ત્યારે તમે તમારો સમય અને શક્તિ કેમ બગાડો છો?" 
   
     તેણે જવાબ આપ્યો, "મને ખબર છે કે પાક નહીં આવે. પણ હું આ ફક્ત "મહવરા" (પ્રેક્ટિસ) તરીકે જમીન ખેડી રહ્યો છું. 12 વર્ષ પછી, કદાચ.... હું પાક ઉગાડવાની અને ખેતરોમાં કામ કરવાની પ્રક્રિયાને ભૂલી જઇશ . શરીર કાર્ય કે શ્રમ કરવાની ટેવ ભૂલી જશે, તેથી હું આ કાર્ય કરવાનું ચાલુ રાખું છું જેથી 12 વર્ષ પછી વરસાદ પડે ત્યારે કામ કરવું મુશ્કેલ ન બને”  

    તેમની દલીલ સાંભળીને, દેવી પાર્વતીએ પ્રશંસા કરી અને ભગવાન શિવને કહ્યું, "તમે 12 વર્ષ પછી ડમરુ વગાડવાનું ભૂલી શકો છો!" ભગવાન શિવ પણ ચિંતિત હતા. ડમરુ  વગાડતા આવડશે કે કેમ તે તપાસવા તેણે ડમરુ વગાડવાનો પ્રયાસ કર્યો. મેઘે ડામરુનો અવાજ સાંભળતાંની સાથે જ વરસાદ શરૂ કરી દીધો હતો .. અને નિયમિત રીતે કામ કરતા ખેડૂતનું ખેતર મબલખ પાકથી ભરેલો હતું, પરંતુ બાકીના બધાએ તેનો ખેદ વ્યક્ત કર્યો 

   "મહાવરો (પ્રેક્ટિસ)" તમને સંપૂર્ણ બનાવે છે. પ્રેક્ટિસ એ ગુણવત્તાનો સાર છે. પ્રેક્ટિસ એ યુવાનીનું રહસ્ય છે..

    લોકડાઉન 2 અઠવાડિયા, 2 મહિના અથવા 2 વર્ષ પછી કોઈક વાર સમાપ્ત થઈ જ જશે .. તેને જોવાને બદલે, એક વસ્તુ કરો .. તમે જે વ્યવસાય અથવા ક્ષેત્રમાં છો તેની કુશળતાને શારપન કરો, તમારી પાસે શું છે તેનો અભ્યાસ કરો અને તમારું જ જ્ઞાન વધારશો. 

      આજે તમારી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરો, તમે કેવી રીતે વધુ સારું કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો ..
    
   જેથી ફરીથી કામ કરવાનો સમય આવે ત્યારે, તમે બધા પડકારોનો સામનો કરવા તૈયાર રહેશો ..
 🙏

## છોટી બાતેં ##

Sunday 12 January 2020

એક ઉપયોગી માહિતી

અત્યારની પેઢી વિભક્ત કુટુંબ માં રહેવા માગે છે જેથી બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળતો નથી.પહેલાના જમાનામાં સયુંકત કુટુંબ ની ભાવના હતી જેથી બાળકોને દાદા-દાદી નો પ્રેમ અને તેમના સંસ્કારોનો વારસો મળી રહેતો.

અત્યાર ના સમયમાં મા-બાપ બંને નોકરી કરતા હોય છે તેઓ બાળકોને પૈસો આપી શકે છે પણ પ્રેમ આપવા માટે એમની પાસે સમય નથી.બાળકો દાદા વગર બીજી આયા જોડે રહે છે જેથી તેઓ દાદા-દાદી  ની હૂંફ થી વંચિત રહી ગયા છે.

દાદી-દાદા જે વાર્તા,તેમના સમયની જે વાતો, બાળકોને જણાવી શકે તે માબાપ કરી શકતા નથી.હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ દાદી દાદા જેટલો પ્રેમ આપવા વાળું માણસ મળી શકતો નથી. દાદી દાદા જે વાર્તાઓ કહેતા અને જે બાળગીતો ગાઈને બાળકને નચાવતા એનાથી આજકાલના બાળકો વંચિત છે.

બાળકો વાર્તા અને બાળગીતો સાંભળી શકે એ માટે સરકારશ્રી દ્વારા ખુબજ સારો પ્રયાસ છે જેમાં માત્ર એક નંબર લગાવવાથી આપણે વાર્તા અને બાળગીત સાંભળી શકીએ છીએ.મેં પણ આ નંબર પર વાર્તા સાંભળી એક નવીજ વાર્તા મને સાંભળવા મળી.આપ પણ આપના બાળકોને વાર્તા અને બાળગીત સંભળાવી શકો છો.

ગુજરાત સરકારની અનોખી પહેલ

તમામ વાલીઓને જણાવવાનું કે આપેલ નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે.

18005728585

જય જય ગરવી ગુજરાત


Thursday 19 December 2019

જેવા સાથે તેવા

દુનિયામાં રહેલ કોઈ એક   માણસ બીજા ની દ્રષ્ટિ એ સારો કે ખરાબ હોઇ શકે છે.કોણ કોના માટે કેવું હશે એ નક્કી કરી શકાતું નથી.
કહ્યું છે કે ટૂંડે ટૂંડે મતિ ભિનાં એટલે કે દરેક માણસ ની બુધ્ધિ જુદી જુદી હોય છે. કોઈ એક માણસ એક માટે સારો તો બીજા માણસ માટે  ખરાબ પણ હોય છે.જીવનમાં આપણે કેવા છીએ એ જ જોવું જોઈએ બીજા ની દ્રષ્ટિ થી જિંદગી જીવશો તો થાકી અને કંટાળી જશો.આપણે હંમેશા આપણાં થી ખોટું ન થાય તેનું જ ધ્યાન રાખવું જોઈએ.લોકોની વાતો સાંભળો પણ, તેને ગાળીને આપણા માટે યોગ્ય હોય એજ જીવન માં ઉતારવી જોઈએ.
આમ તો દરેક વ્યક્તિ માટે આપણે સારું જ કાર્ય કરીએ છીએ પરંતુ જો સામે વાળા માણસોને તેમની કદર ન હોય તથા તમારા ઉપર વિશ્વાસ ન હોય તેવા વ્યક્તિ સાથે તમારે પણ 'જેવા સાથે તેવા'કહેવત મુજબ વર્તન કરું જોઇએ.
આપણે હંમેશા બધું મનમાં લઈને ફરીએ છીએ કે હું સામે વાળને આ વાત કહીશ તો કેવું લાગશે તો યાદ રાખોકે સામે વાળા માણસ હંમેશા પોતાનો સ્વાર્થ જોતો હોય છે એને તમારા ફીલિંગ્સ ની પડી હોતી નથી .જો તમે વાત કહો અને એના માટે યોગ્ય નહિ હોય તો એને ખોટું લાગશે અને એના ફાયદા મા હોય એજ વાત એને ગમશે.
એટલે હંમેશા કાર્ય કરતા પહેલા એજ વિચારવું કે કોઈનું ખોટું નથી થતું ને કારણ ભગવાન હંમેશા સારા કર્મ નું ફળ પણ દસગણું કરીને આપશે જ્યારે ખરાબ કર્મ નું ફળ પણ દસ ઘણું કરીને જ આપે છે.

Tuesday 9 July 2019

Dost

एक बादशाह सर्दियों की शाम जब अपने महल में दाखिल हो रहा था तो एक बूढ़े दरबान को देखा जो महल के सदर दरवाज़े पर पुरानी और बारीक वर्दी में पहरा दे रहा था।

बादशाह ने उसके करीब अपनी सवारी को रुकवाया और उस बूढ़े दरबान से पूछने लगा ;

"सर्दी नही लग रही ?"

दरबान ने जवाब दिया "बोहत लग रही है हुज़ूर ! मगर क्या करूँ, गर्म वर्दी है नही मेरे पास, इसलिए बर्दाश्त करना पड़ता है।"

"मैं अभी महल के अंदर जाकर अपना ही कोई गर्म जोड़ा भेजता हूँ तुम्हे।"

दरबान ने खुश होकर बादशाह को फर्शी सलाम किया और आजिज़ी का इज़हार किया।

लेकिन बादशाह जैसे ही महल में दाखिल हुआ, दरबान के साथ किया हुआ वादा भूल गया।

सुबह दरवाज़े पर उस बूढ़े दरबान की अकड़ी हुई लाश मिली और करीब ही मिट्टी पर उसकी उंगलियों से लिखी गई ये तहरीर भी ;

"बादशाह सलामत ! मैं कई सालों से सर्दियों में इसी नाज़ुक वर्दी में दरबानी कर रहा था, मगर कल रात आप के गर्म लिबास के वादे ने मेरी जान निकाल दी।"

*सहारे इंसान को खोखला कर देते है और उम्मीदें कमज़ोर कर देती है।

 अपनी ताकत के बल पर जीना शुरू कीजिए,  खुद की सहन शक्ति,  ख़ुद की ख़ूबी पर भरोसा करना सीखें।

आपका आपसे अच्छा साथी, दोस्त, गुरु, और हमदर्द कोई नही हो सकता।....👌👌👌

Tuesday 2 July 2019

બોધપાઠ

ઘણા સમય પછી આજે બ્લોગ લખવા નો સમય મળ્યો છે.તો આજે તમારી સાથે થોડી વાત સેર કરું છું.મારા એક મિત્રે મને એક વાર્તા મોકલાવી જે વાંચીને મારુ મન હળવું થયું તો આપ પણ આ વાર્તા પરથી બોધ પાઠ લઈ પોતાનું જીવન જીવવાની જીવન શૈલીમાં બદલાવ લાવી શકો છો.


👍

ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .'

વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .'

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '

સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'

ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'

રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . '

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? '

મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે .  '

વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? '

સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે
 કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી
પહોચ્યા .



શીખવાનું શુ.....
કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.

કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.


Wednesday 15 May 2019

સમય

       સમય સાથે તો બધાને ચાલવું જ પડે છે,
       સુખ દુઃખ માંથી સૌએ પસાર થવું પડે છે



જિંદગી કેવી છે નહી જે મળે છે એના થી વધારે મેળવવાની લાલસા મા ક્યાંય કિનારો જ મળતો નથી.
જેને જોઈને આપણને એવુ થાયકે આ તો બહુ સુખી માણસ છે પરંતુ એ સુખી માણસને ખબરજ નથી હોતી કે હું બીજા કરતા કેટલો સુખી છું એને તો પોતાનું દુઃખ જ દેખાતું હોય છે.આ દુનિયા માં હું માનું ત્યાં સુધી કોઈ સુખી પણ નથી કે કોઈ દુઃખી પણ નથી.કારણ બસ  દુઃખ અને સુખ એ આપણાં મન ની સમસ્યા છે.જો આપણને ગમતી પરિસ્થિતિ સર્જાય તો તેને આપણે સુખ કહીએ છીએ અને આપણને યોગ્ય ના હોય એવી પરિસ્થિતિ સર્જાય તો એને આપણે દુઃખ કહીએ છીએ.
દરેક ક્ષેત્રમાં ઉતાર ચડાવ તો રહેવાના પરંતુ યોગ્ય દિશામાં કાર્ય કરવું એજ સાચું ધન છે અને મન ઉપર અંકુશ રાખવો એજ આપડા દુઃખ મા સાથ આપનારું હથિયાર છે.

આપડા દુઃખ ક્યારેય કોઈને વેચી શકતા નથી અને ક્યારેય.કોઈનું સુખ કોઈ પણ કિંમત માં ખરીદી શકાતું નથી.

સુખ હોય તોજ દુઃખનો અહેસાસ સમજાય છે અને દુઃખ હોય તોજ સુખની કદર થાય છે.
Be the fact..