Friday 8 February 2019

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ








આજે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે  અમારી શાળામાં બાળકોને કૃમિ વિશે જાણકારી આપવામાં આવી,આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે વિશે બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા.



રાષ્ટ્રના ૧થી૧૯ વર્ષના તમામ બાળકો કૃમિથી મુક્ત થાય એ માટે વર્ષમાં ફેબ્રુઆરી તથા ઓગષ્ટ મહિનામાં આ બાળકોને કૃમિ નાશક આલ્બેન્ડાઝોલ નામની ટેબલેટ ખવરાવવામાં આવે છે.
 8મી ફેબ્રુઆરી 2019ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી.  અમારી શાળામાં ભણતા દરેક વિદ્યાર્થી ને કૃમિ નાશક ટેબલેટ આલ્બેન્ડાઝોલ ખવરાવવા મા આવી.આ પ્રથમ તબક્કામાં ટેબલેટથી વંચિત રહી જનાર બાળકોને આગામી 14મી ફેબ્રુઆરીના રોજ મોપ-અપ રાઉન્ડ સમાવેશ કરી લેવાશે.

અમારા બાળકો એ તો દવા લઈ લીધી સુ તમારી શાળાના બાળકોએ દવા લીધી?

કૃમિનાશક દવા લેવાથી બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ વધે છે.લોહીની માત્રામાં વધારો થાય છે.આ બધા ફાયદાને લીધે જ અમે  અમારી શાળાના બાળકોને કૃમિનાશક દવા અપાવી તો તમે પણ તમારા દીકરા દીકરીને કૃમિનાશક દવા જરૂર આપજો.


            "કૃમીથી મુક્તિ,બાળકોને શક્તિ"


#છોટી બાતે


No comments:

Post a Comment