Thursday 7 February 2019

બાળકમાં છુપાયેલી શક્તિ

હમેશા લોકો પોતાના છોકરાઓને મેણા મારતા હોય છે કે તું કઈ કરી શકવાનો નથી,તારામાં શક્તિજ નથી વગેરે વગેરે.
આવા મેણા બાળકતો  સાંભળી લે છે પણ તમે એ જાણવાથી વંચિત રહી જાઓછો કે બાળકમાં કઈ શક્તિ છુપાયેલી છે.એટલેજ
બાળક એક ફૂલ છે એને ખીલવા દો,
 રોકશો નહિ એને,સુગંધ ફેલાવવા દો


આજે શાળામાં રિશેષસમયમાં ખુબજ પવન ફૂંકાતો હતો હું મેદાનમાં વૃક્ષોની મુલાકાત લેટી હતી.મારી આસપાસ બાળકો પણ હતા.કેટલાક બાળકો રમતા હતા કેટલાક ફરતા હતા.કેટલાક વાતો કરતા હતા તો કેટલા ક મસ્તી કરતા હતા અને કેટલાક તો મારી પાછળ હું કરું એવુંજ કરતા હતા.

ફરતા ફરતા મારા હાથમાં બે પાંદડા આવ્યા હું એને હાથમાં લઈને કૈક બનાવવાની કોશિષ કરતી હતી ત્યાંતો અમારી શાળાના સચિન....નો અવાજ આવ્યોકે બેન આમ ના બનાવાય તમે આમ જુવો હું પાંદડા માંથી ' ચકેડી' બનાવું.તેને પાંદડા માંથી ચકેડી બનાવી પવન આવતી દિશામાં રાખી અને મને કહ્યું જો બેન આ ચકેડી કેવી ભમે છે.હું જ્યોતિજ રહી ગઈ કે કયા શહેરના છોકરા ઓ?.. એ 10 રૂપિયા ની ચકેડી લેવા માટે મા બાપ સામે રોતા હોય છે અને અહીંયા ગામડામાં બાળકો પ્રકૃતિ માંથીજ પોતાને રમવાની વસ્તુઓ જાતે જ બનાવી દે છે.



એટલા મા જ બીજો છોકરો વિક્રમ આવ્યો,કહેવા લાગ્યો જુઓ બેન મારી ચકેડી વધારે ભમશે એટલે કે વધારે ગોળ ફરશે મેં પૂછ્યું કેમ તારી ચકરડી વધારે ફરશે?.. પેલા એ કહ્યું બેન આને તો જાબુંડા ના પાનની ચકેડીબનાવી છે જ્યારે મેં આંબાના પાંદડાની ચકેડી બનાવી છે બેન એતો તમને ખબર ના પડે આંબાના પાનની ચકેડી ખુબજ જોરથી ભમે મેં કહ્યું બતાવ તો.. એ તરતજ ભુંમ...ભુંમ...કરીને દોડ્યો ચકેડી લઈ અને એની ચકેડી જોરથી ગોળ ગોળ ફરવા લાગી.



આપડે પણ શહેર ના બાળકોને આવી પાંદડાની ચકેડી બનાવતા શીખવવી જોઈએ તમારો શો અભિપ્રાય છે.આપ મને જણાવશો..

આવા છે અમારા અદભુત અને આનંદી બાળકો...

#છોટી બાતેં

1 comment: