Saturday 2 February 2019

ઇકોક્લબ

નાના નાના ભૂલકાઓ જ્યારે શાળામાં છોડ લાવીને વાવે છે ત્યારે એમની ખુશી જોવા જેવી હોય છે.એ પોતેજ નાના ફૂલ હોય છે છતાં પોતાની શાળાનું વાતાવરણ સ્વચ્છ બનાવવાના ભાગ રૂપે બી લાવીને વાવે કાંતો પછી કલમ વાવે કાં પછી છોડ વાવે.

અમારી શાળામાં બાળકોએ ઇકોક્લબ ના ભાગ રૂપે ફુલાવર અને કોબીજના રોપ લાવીને વાવ્યા.અને આજે જ્યારે એના પર ફુલાવર અને કોબીજ આવ્યા ત્યારે આખી સ્કુલ ના બાળકો એ જોવા માટે ઉમટી પડે છે.ખુશીતો સૌથી વધારે એના ઉપર જોવા મળે છે જેને આ રોપા લગાવ્યા હોય.



આ સાથે બાળકો અંદરોઅંદર ચર્ચા કરે છે કે સીધા બી વાવ્યા હોત તો સુ થાત તત્યરે બીજો કહે અરે યાર બી વાવી એનો રોપ બીજે લગાડીએ તો ફુલેવર મોટું આવે કોબીજ પણ સારી થાય.પાછા બાજુમાં ટામેટી પણ વાવી છે.એના ઉપર હવે ટામેટા આવવા લાગ્યા છે.આ છોડને નિયમિત પાણી,જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવે છે.


સૌથી સારી બાબત એ છે કે શાળા સમય બાદ પણ આ શાકભાજીના છોડને કોઈ નુકસાન કરતુ નથી.બાળકો એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ ફુલાવર,કોબીજ અને ટામેટા થઈ જશે એ દિવસે મધ્યાહન ભોજન માં આનું શાક બનાવીને બધાને ખાવા મળશે.જેથી દરેક બાળકને પોતાની શાળામાં ઉછરેલા  શાકભાજી ખાવાની મજા માણવાનો લાભ પ્રાપ્ત થશે.

હવે તો ફુલેવર,કોબીજ અને ટામેટા જોઈ બટાકા પણ વાવ્યા છે.ધોરણ 7ના વિજ્ઞાનમાં કલમ,આંખો આ બધું જાણવા બટાકા પર આવતી આંખો અને ગુલાબનો છોડ ની પણ વાવણી કરવામાં આવી છે.

No comments:

Post a Comment