Friday 25 January 2019

આવતીકાલની સવાર

26 જાન્યુઆરી આવે એટલે બસ જાણે કે દેશભક્તિનો ઢોળ ચડવા લાગતો હોય એમ ચારે બાજુ વાતાવરણ સર્જાય છે.ખરું કહું તો આપડા માટે એક રાષ્ટ્રીય ઉત્સવ છે પરંતુ શાળાના બાળકો માટે તો પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવવાનો અનેરો અવસર છે.

બાળકોને તો દેશભક્ત બનવાનો એક મોકો પ્રાપ્ત થાય છે.અને આ સમય જાને એમનોજ છે અને સૌથી સારો પ્રોગ્રામ મારોજ થાય એ માટે બની શકે એટલી મહેનત કરવા બાળકો તૈયાર છે.બાળકોનો જેટલો ઉત્સાહ હોય છે આ પ્રોગ્રામ મા ભાગ લેવાનો એના કરતા વધારે ઉત્સાહ તેમના માતા પિતા ને હોય છે તેમના બાળકોને સ્ટેજ પર જોવાનો.
સૌથી વધુ ખુશીની બાબત એ છે કે મારી શાળા મા ભણતા દરેક બાળકે કોઈક ને કોઈક પ્રોગ્રામ મા પોતાનું યોગદાન આપ્યું છે.સાથે સાથે શાળાના દરેક શિક્ષકોએ સાથે મળીને એવું આયોજન કરયુકે એક પણ બાળક આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માં ભાગ લીધા વગર બાકી રહી જાય નહીં.


બાળકોને જો એક ડાન્સ શીખવવામાં આવે તો એ  લોકો જાતેજ કોમ્પ્યુટર માંથી જોઈને નવું નવું જાણી પોતાના ડાન્સ ને સૌથી સારો કેવી રીતે બનાવવો એના માટે ડાન્સમાં કયા પ્રોબ નો ઉપયોગ કરો તો સારું થશે એ બાળકો જાતે youtube મા જોઈ ને શીખવા લાગ્યા છે.વધુ મજાતો ત્યારે આવે છે જ્યારે એ લોકોની પ્રેકટીસ ચાલતી હોય ત્યારે એ લોકો જાતેજ કોમ્પ્યુટર નો ઉપયોગ કરે છે,કયા ફોલ્ડર મા શુ છે,ક્યાંથી અવાજ વધારે ઓછો થાય,વગેરે વગેરે ..એકની વાદે એક બાળક શીખી જાય છે અરે આના વિશે સુ કહું પહેલા મા ભણતા બાળકોને પન કોમ્પ્યુટર મા જાને બધું જાણતા હોય એવું લાગે છે.
આમ કરતા કરતા આવતીકાલ ની સવાર ક્યારે આવે અને ક્યારે અમે સ્ટેજ ઉપર જઈને પોતાનું વક્તવ્ય કે ડાન્સ રજૂ કરીએ એની આતુરતા થી રાહ જોવાઇ રહી છે.કેટલાક બાળકો પૂછતા હતા કે બેન કાલ સવાર ક્યારે આવશે ક્યારે અમે ડાન્સ કરીશુ,આજની રાત ક્યારે પુરી થશે?
આવા ઘણા બધા સવાલોની સાથે આજની શાળાનો સમય પૂરો થયો.બાળકો પોતાને કાલે પહેરવાના કોસ્ચ્યુમ સાથે ઘરે થી કાલે ક્યારે જલ્દી પાછા આવીએ એ માટે પોતાના ઘર તરફ ડોટ લગાવે છે.
હા જલ્દી આવશે આવતીકાલ...

No comments:

Post a Comment