Tuesday 8 January 2019

Love u jindgi


તમે ક્યાંક ફરવા જતા હસો ત્યા જ્યારે રસ્તો નથી મળતો ત્યારે તમે gps system નો ઉપયોગ કરીને પહોંચવાની જગ્યાનો મેપ મેળવીલો છો પણ ભાઈ...જિંદગી ની સફર ના મેપ ક્યાંક મળતા હોય તો મને પણ કહેજો.
જ્યારે જિંદગીની સફર માં જુદા જુદા વળાંક આવે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ.વધારે મુશ્કેલી તો ત્યારે સર્જાય છે જ્યારે સફર માં ચાર રસ્તા એટલે કે ચોકડી આવે છે🤔✖️🙄

હા યાર હવે કયો રસ્તો પસંદ કરીએ કે જેથી આપણે જે મુકામે પહોંચવું છે ત્યાં જલ્દી પહોંચી જઈએ.અરે એ વાત તો રહી જ ગઈ કે જો માર્ગમાં જતા જતા કોઈ વ્યક્તિ મળી જાય અને એ વ્યક્તિ ને આપણે સાચો રસ્તો પૂછીએ અને એણે આપણને ખોટો રસ્તો  બતાવ્યો હોય અને આપણે એના વિશ્વાસે આગળ ચાલતા રહીએ પણ ક્યાંયસુધી ચાલ્યા પછી પણ આપણને આપણી  મંજિલ મળતી નથી.

વધુ એક વાત કોઈ એવી વ્યક્તિ ને આપણે રસ્તો પૂછી બેસીએ છીએ કે જે આપણને રસ્તો બતાવતા સમયે એવું જણાવે કે ચાલો મારે એજ રસ્તે જવાનું છે અને આપણી સાથે ચાલવા લાગે પણ અફસોસ, આગળ જતા એ વ્યક્તિ તેની મંજિલ મળી જતા આપણો સાથ છોડી દે છે અને આપણને હવે એકલા જ આગળ વધવું પડે છે.😏

આ બધા મોડ માંથી પસાર થયા પછી જો તમને લાગે કે તમે ખોટી દિશા માં જઇ રહયા છો તો ઉભા રહી થોડા સમય ઊંડા શ્વાસ લો અને ત્યાંથી તુરંત અચકાયા વિના U TURN મારી લેવો જેથી પાછળ થી પસ્તાવાનો સમય ના આવે.

U turn લીધા પછી એક   જિંદગીનો  નવો રસ્તો તમારી રાહ જોતો હોય છે.એવું નથી હોતું કે જે પહેલા ખોટો રસ્તો મળ્યો એ બીજી વાર પણ ખોટો જ હોય.એક નવી સવાર,એક નવી જિંદગી તમારું સ્વાગત કરવા તૈયાર હોય છે બસ તમારે સાથે રાખવાનો છે તમારો પોતાનો આત્મ વિશ્વાસ.
#जिंदगी का सफ़र है ये केस सफर
   कोई समजा नही कोई जाना नही
#लव यू जिंदगी
#छोटी बातें

No comments:

Post a Comment