Friday 11 January 2019

યુવા દિન



આજનો દિવસ એટલે યુવા દિન.
આજનો યુવાન જો દેશ માટે સમર્પિત હશે,આજના યુવાનના વિચારો દેશને સમર્પિત હશે તો ભારત દેશને કોઈ હરાવી શકશે નહીં.
ભારતમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી 12જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનન્દના  જન્મદિવસ પર કરવામાં આવે છે . 1984માં ભારત સરકારે દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે જાહેર કર્યો અને 1985 થી દર વર્ષે ભારતમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદના એક પ્રસંગની વાત કરીએ તો…
કાશીવાસ દરમ્યાન એકવાર સ્વામી વિવેકાનંદ વિશ્વનાથના દર્શન કરીને પાછા ફરતાં રસ્તામાં કેટલાંક વાંદરા તેમની પાછળ દોડ્યા. વાંદરાને દોડતા જોઈ સ્વામીજી જરા ઉતાવળે ચાલ્યા એટલે વાંદરા દોડીને તેમને ઘેરી વળ્યા .એટલામાં એક બીજા સાધુની નજર તેમની પર પડતાં તેમણે બુમ પાડીને કહયું “સાધુ દોડો નહિ ,ખડે રહો ઔર દુષ્ટો કા સામના કરો ”  સ્વામીજી એ સાંભળી ઉભા રહ્યા અને નીડરતાથી વાંદરાનો સામનો કર્યો .તરતજ વાંદરા ભાગી ગયા. વર્ષો પછી ન્યુયોર્કની એક સભામાં આ પ્રસંગ નાં અનુસંધાનમાં સ્વામીજીએ કહેલું કે ” અનિસ્ટની સામે થાઓ ,અજ્ઞાનનો સામનો કરો .માયાનો પડકાર કરો ,કદી એનાથી દૂર ભાગશો નહીં.”

સુવિચાર
1. કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
2. તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
3. ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
4. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
5. સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
6. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
7. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

No comments:

Post a Comment