Sunday 13 January 2019

કાર્ય તમને મહાન બનાવશે

કોઈપણ કાર્યની શરૂઆત કરો તોજ તમે એ કાર્ય માં શ્રેષ્ઠ બની શકો છો.ઘણા લોકો એમ કહેતા હોય છે કે "પડ્યા એવા દેવાશે" એટલે કે જ્યારે સામે આવશે ત્યારે સામનો કરી દઈશું પણ એ સમયે તમે સામનો કરી દેશો પણ એ કાર્યમાં શ્રેષ્ટતા પ્રાપ્ત નહિ કરી શકો.કોઈપણ વ્યક્તિને શ્રેષ્ઠ બનવા માટે નાના મોટા દરેક કાર્યમાં જોડાયેલા રહેવું જરૂરી છે અને તમે જે કાર્ય માં શ્રેષ્ઠ બનવા માગો છો એ કાર્યને પુરી ઈમાનદારી સાથે સતત કરતા રહો.જેમકે બાળકને જ્યારે ચાલતા નથી આવડતું ત્યારે આપણે એને પહેલા ઉભો રહેતા શીખવીએ છીએ પછી કોઈ વસ્તુ ના સહારે પકડી પકડી ને ચાલે છે પછી એકલો છૂટો ચાલવા લાગે છે અને પછી એ ચાલવામાં કુશળતા મેળવી લે છે.

સતત ચાલતો રહે , સતત મેળવતો રહે
હારીશ નહિ હિંમત,તું સતત ચાલતો રહે

આજે હું વાત કરીશ અમારી શાળા ના દિનેશભાઈ ની...
થોડા દિવસ પહેલાની હું વાત કરું તો અમારા વર્ગના એક છોકરાની એકમ કસોટી નોટબૂકનું કવર નીકળી ગયું એટલે મેં કહ્યું કે આવું થાય એ પહેલાં તારે પુંઠું ચડાવી દેવુ જોઈતું હતું અથવા ગુંદર થી ચોંટાડી દેવું જોઈતું હતું.આ વાત તો મેં વર્ગના માત્ર એક છોકરાને કીધી હતી પરંતુ આ વાત દિનેશભાઇ એ કદાચ ખુબજ ધ્યાન થી સાંભળી હશે એટલે જ .....
એટલે જ એટલે બીજું કંઈ નહીં પરંતુ જે ને પુંઠું લગાવવાનું કહ્યું હતું એને બદલે દિનેશ ભાઈ પુંઠું લગાવીને આવી ગયા આ જોઈ મેં પૂછ્યું "દિનેશ પુંઠું કઈ દુકાન માં જઈને લગાવી આવ્યો આને પણ કે એટલે એ પણ પુંઠું લગાવી આવે" ત્યારે દીનેશે ક્યુ "બેન મેં જાતે જ ચડાવ્યું".આ સાંભળી મેં ફરીથી એની નોટબુક હાથ મા લીધી અને જોયું તો જાણે કોઈ દુકાનવાળાએ પુંઠું લગાવ્યું હોય એમ લાગતું હતું.મેં દીનેશને મારી પાસે બોલાવીને પૂછ્યું કે આ પુંઠાના કાગળનું કટિંગ પણ તેજ કર્યું ત્યારે દીનેશે જવાબ આપ્યોકે "ના,બેન મેં જૂની ચોપડી માંથી પુંઠું લઈ ને મારી આ નોટબુકમાં જાતે કાણાં પાડીને લગાવી દીધું".
આ સાંભળી હું બહુ જ ખુશ થઈ પણ પછીતો...
 રીસેસ માં કૈક જોવા જેવી સ્થિતિ હતી.દીનેશતો જાણે પુંઠું ચડાવવાનો માસ્ટર બની ગયો હોય એમ બધાજ છોરાઓ એની આસપાસ વીંટાળાઈને જોવા લાગ્યા.પછીતો બધા સાથે મળીને જાને એક પ્રવૃત્તિ થઈ ગઈ હોય એમ એક દોરો લાવ્યું,એક જુના પૂંઠા લાવ્યો,એક કાણા પાડવા સોય લાવ્યું,એક કાતર લાવ્યો અને પુંઠું લગાવવાના માસ્ટર દિનેશ તો હતો જ.
બધાજ બાળકો રીસેસ માં. ભેગા મળી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની  પ્રવૃત્તિ કરતા હોય એમ લાગ્યું.દિનેશ પાસે જોત જોતામાં ઘણા પુસ્તકો પુંઠું લગાવવા માટે આવી ગયા.અને હા હવે એકલો દિનેશ નહિ બધા બાળકોને પુંઠું લગાવતા આવડી ગયું.

ખરેખર દિનેશ ની આ એક પ્રવૃત્તિ થી આખી શાળાને ફાયદો થયો અને બાળકોને નવું શિખવા મળ્યું કે જુના પૂંઠા ચડાયેલા પુસ્તકો પસ્તી માં  આપવાને બદલે એ પૂઠાં નો ફરીવાર દિનેશ ના જેમ ઉપયોગમાં લેવા જોઈએ...


1 comment: