અમારી શાળામાં રસીકરણ કાર્યક્રમ ઉજવાયો.બાળકોએ ખુબજ શાંતિ થી રસી લીધી અને જાણે એક અભિયાન છે અને અમારે એમા ભાગ લેવોજ જોઈએ એમ હિંમત સાથે વાલી અને બાળકો એ ભાગ લીધો.
આ રસીકરણ દરમિયાન જોવા મળ્યું કે જ્યારે ઈન્જેકશન લગાવે ત્યારે નાના છોકરાઓને ઓછો ડર લાગતો હતો અને મોટા છોકરાઓને ડર વધુ લાગતો હતો.વળી,નાના છોકરાઓ રસી આપ્યા પછી થોડી વારમાં જાને કાઈ થયું જ નથી એમ બધું ભૂલી ગયા જ્યારે મોટા બાળકો તો વારે વારે જ્યાં ઈન્જેકશન લગાવ્યું હોય ત્યાં જોવે,વિચાર કરતા હોય કે મને તો ચક્કર નહિ આવે ને. હા આમાં બધા બાળકો એકસરખા નથી હોતા પણ ઓલ ઓવર બાળકોની વાત છે.
આના પરથી શીખવા મળ્યું કે તમે જે વસ્તુને જાણો છો એના થી તમારામાં ડર ઉદભવે છે.જે વસ્તુ વિસે તમે જાણતાજ નથી એમની તમને બીક પણ લાગતી નથી.એક ઉદાહરણ માટે કે નાનું બાળક હોય એના હાથ માં સાપ આવી જાય તો એ સાપ સાથે રમવા લાગે છે પણ જે જાણે છે કે આ સાપ છે એ તો સાપ ને જોઈને જ બુમાબુમ કરી મૂકે છે.
એટલે હમેશા મહાન પુરુષોએ બોધ આપ્યો છે કે બાળક જેવું હૃદય હશે તો જ નવું શીખી અને જાણી શકશો,તો જ આ દુનિયામાં તમે જીતી શકશો.તમે જે વાંચ્યું છે,જે જોયું છે,અને જે સાંભળ્યું છે એને તમારા મનના વિચારોની વાડ(border)) ના બનાવશો.તમે હમેશા નવું જ વિચારો.
Think new, create new.
#છોટી બાતેં
#chhoti vaate
#छोटी बातें
Sahi bat...
ReplyDelete