Sunday 12 January 2020

એક ઉપયોગી માહિતી

અત્યારની પેઢી વિભક્ત કુટુંબ માં રહેવા માગે છે જેથી બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળતો નથી.પહેલાના જમાનામાં સયુંકત કુટુંબ ની ભાવના હતી જેથી બાળકોને દાદા-દાદી નો પ્રેમ અને તેમના સંસ્કારોનો વારસો મળી રહેતો.

અત્યાર ના સમયમાં મા-બાપ બંને નોકરી કરતા હોય છે તેઓ બાળકોને પૈસો આપી શકે છે પણ પ્રેમ આપવા માટે એમની પાસે સમય નથી.બાળકો દાદા વગર બીજી આયા જોડે રહે છે જેથી તેઓ દાદા-દાદી  ની હૂંફ થી વંચિત રહી ગયા છે.

દાદી-દાદા જે વાર્તા,તેમના સમયની જે વાતો, બાળકોને જણાવી શકે તે માબાપ કરી શકતા નથી.હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ દાદી દાદા જેટલો પ્રેમ આપવા વાળું માણસ મળી શકતો નથી. દાદી દાદા જે વાર્તાઓ કહેતા અને જે બાળગીતો ગાઈને બાળકને નચાવતા એનાથી આજકાલના બાળકો વંચિત છે.

બાળકો વાર્તા અને બાળગીતો સાંભળી શકે એ માટે સરકારશ્રી દ્વારા ખુબજ સારો પ્રયાસ છે જેમાં માત્ર એક નંબર લગાવવાથી આપણે વાર્તા અને બાળગીત સાંભળી શકીએ છીએ.મેં પણ આ નંબર પર વાર્તા સાંભળી એક નવીજ વાર્તા મને સાંભળવા મળી.આપ પણ આપના બાળકોને વાર્તા અને બાળગીત સંભળાવી શકો છો.

ગુજરાત સરકારની અનોખી પહેલ

તમામ વાલીઓને જણાવવાનું કે આપેલ નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે.

18005728585

જય જય ગરવી ગુજરાત


1 comment:

  1. ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી છે. આજના જમાનામાં આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ અને સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ નંબર પરથી વાર્તાઓ અને બાળગીતો મેળવીને બાળકોને સંભળાવવા જોઈએ.

    ReplyDelete