Thursday, 20 December 2018

Self trust

કહેવાય છે કે પોતાના કરતા જ્યારે વધારે વિશ્વાસ બીજા પર કરવામાં આવે ત્યારે જ આપણને નુકસાન થાય છે એટલેકે એ માણસ આપણું દિલ દુઃખવે છે અથવાતો આપણો વિશ્વાસ ઘાત કરે છે.પરંતુ જો આપણે બીજા કરતા પોતાના પર વિશ્વાસ કરીએ તો આપણી જાત ને ક્યારેય નુકસાન નથી થતું.

એક વ્યક્તિ પોતાના ખભા પર વાંછરડું લઈને જતો હતો ત્યારે બાજુમાં  બીજી બે વ્યક્તિ ઉભી હતી તેમને આ જોયું તેમને આ વાછરડું બહુ ગમ્યું એટલે એમને આઈડિયા કર્યોકે કોઈ પણ રીતે આ વાછરડું આપણે લઈ લઈએ.એક વ્યક્તિ થોડે દુર આગળ જઈને ઉભી રહી જ્યારે પેલો માણસ વાછરડું લઈને જતો હતો ત્યારે તે બાજુમા બીજા વ્યક્તિનને કહેવા લાગ્યો કે જો જે આ ગધેડું કેવું છે.પેલો માણસ આ સાંભળીને વિચારવા લાગ્યોકે અરે આ બકરી છે કે ગધેડું.
થોડે આગળ જતાં બીજા બે વ્યક્તિ વાત કરવા લાગ્યા કે જો પેલો માણસ તેના ખભા ઉપર કૂતરું ઉપાડીને જઇ રહ્યો છે.આ સાંભળી પેલા માણસ ને લાગ્યું કે અરે ખરેખર આ બકરી નહિ ભૂત લાગે છે જે જુદાજુદા રૂપ બદલે છે.
આમ પેલા માણસે બીજાની વાતોમાં આવીને પોતાની બકરીને મૂકીને જતો રહ્યો અને બીજા માણસોએ વાછરડું લઈ લીધું.

આમ બીજા પર વિશ્વાસ કરવા કરતા પોતાના મા જ વિશ્વાસ રાખવો જોઈએ જેથી હંમેશા આપણી જીત થાય.
ખુદ પોતાના પર વિશ્વાસ એજ સાચી સફળતા

#છોટી બાતેં
#छोटी बातें

No comments:

Post a Comment