Friday, 21 December 2018

આત્મ સન્માન

કોઈ માણસ સારો છે કે ખરાબ એ તમે કેવી રીતે જાણી શકો?
કોઈ દવા છે જે નાનું બાળક ગળી જાય તો કદાચ એ પોતાની જીવ ગુમાવી પણ દે અને એજ દવા કોઈ મોટી વ્યક્તિ ગળે તો કદાચ એનું દર્દ ઓછું પણ થઈ જાય.આમ વસ્તુ તો એક જ છે માત્ર એક માણસ માટે સારી અને બીજા માણસ માટે ખરાબ?
કોઈ માણસ ક્યારેય ખરાબ હોતો નથી માત્ર એના આપણી સાથેના વર્તન નો ફેર હોય છે.કદાચ એ માણસની પરિસ્થિતિ તેને આપણી સાથે એ પ્રકારનું વર્તન કરવા મજબુર કરતી હોય છે.
જ્યારે કોઈ સ્ત્રી નવી પરણી ને આવે છે અને ઓછું બોલીને બધુજ કામ કરે છે ત્યારે એના સાસરી વાળા કહેશે કે અમારી વહુ બહુજ સંસ્કારી છે.પછીકોઈ સમયે એજ વહુ પોતાના મનના વિચારો રજૂ કરશે ત્યારે જો એ વિચારો સાસુ સસરા ના વિચારો થી જુદા પડે તો એજ વહુ હવે સંસ્કારી નહિ રહે કારણ એને એના વિચારો પ્રમાણે ચાલવાનું ચાલુ કર્યું.
જ્યારે વ્યક્તિ અન્યાય સામે બોલતો હોય તે ખરાબ કે સંસ્કાર વગર નો નહિ પણ આત્મ સન્માન વાળો હોય છે.નવી વહુ ને એમ હોય છે કે આજ નહિ તો કાલે મારી સાથે થતો અન્યાય દૂર થશે પરંતુ સમય જતા અન્યાયમાં જો વધારો થાય તો તે બોલવાનીજ  છે ત્યારે એ સંસ્કાર વગરની નહિ પણ આત્મ સન્માન માટે બોલે છે.
ઘણી વાર લોકો કહેતા હોય છે કે પહેલા તો નહોતી બોલતી!...હા ...પહેલા ના બોલવાનું કારણ એ હતું કે એને એવું લાગતું હતું કે કદાચ આ વાતાવરણ અને પરિસ્થિતિ મારા માટે  નવી છે એટલે...કદાચ એ રાહ જોતી હશે કે આ લોકો મને સમજશે... પણ એવું શક્ય ના બનતા એને સામે જવાબ આપવો જ રહ્યો..

આમ કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી પરંતુ પરિસ્થિતિ પ્રમાણે બધાના વિચારો જુદા જુદા હોય છે.

#છોટી બાતેં
#छोटी बातें

No comments:

Post a Comment