એક ખેડુત ની દીકરીએ આજે તેને આખા દેશ ને તેણીનું નામ લેતા કરી દીધા છે એવી દીકરી એટલે હિમા દાસ.
હિમા દાસ આસામના ઢીંગ ગામમાં રહેતા રોનજીત નામના કિસાનની દીકરી છે.હીમાં દાસ નો જન્મ 9 જાન્યુઆરી 2000 ના રોજ થયો હતો.તેઓ પાંચ ભાઈ બહેન છે જેમાં હિમાં દાસ સૌથી નાની બહેન છે.હિમા પોતાની સ્કૂલ માં છોકરાઓ સાથે મળીને ફૂટબોલ રમતી હતી.તેનાથી જ તેનું શરીર ખેલ માટે સશક્ત બની ગયું હતું.2017 માં હિમાની મુલાકાત તેના કોચ નિપુણ દાસ સાથે થઈ હતી ત્યારે ,કોચે તેને સલાહ આપી હતી કે તે દોડ માં આગળ વધે.કોચ ની આ વાત માની હિમાં એ નિપુણ દાસ પાસે તાલીમ લીધી અને માત્ર એક જ વર્ષમાં તેને પોતાની તાકાત પુરા દેશને બતાવી દીધી.
હિમા દાસ IAAF વર્લ્ડ અંડર-20 ચેમ્પીઅનશીપ માં 400 મીટર દોડ માત્ર 51.46 સેકન્ડમાં પુરી કરીને રેસ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.આ ચેમ્પીઅનશીપ માં ગોલ્ડ મેડલ મેળવી ને હિમા એ પોતાનું નામ તો રોશન કર્યું જ છે પણ સાથે સાથે તેના પરિવાર, ગામ,શહેર,રાજ્ય અને આપણા દેશનું પણ નામ રોશન કર્યું છે.
જો હિમાં ને સમયસર કોચનું માર્ગદર્શન મળ્યું ના હોત તો કદાચ આજે એ આ વિક્રમ કરી શકીના હોત. આમ શિક્ષક દ્વારા મળતા યોગ્ય માર્ગદર્શન થી બાળકની જિંદગી બદલાઈ જાય છે જેનું ઉદાહરણ હિમા દાસ .જ્યારે હિમાના વાલીએ કોચ પર સંપૂર્ણ વિશ્વાસ મુક્યો ત્યારે જ એ આજે આટલી સિદ્ધિ મેળવી સકી.આમ બાળકને જિંદગીમાં આગળ વધવા અને પોતાના લક્ષ સુધી પહોંચવા માટે મુખ્યત્વે ત્રણ બાબત પર આધાર હોય છે- બાળકની પોતાની ક્ષમતા,પોતાના પરિવાર નો સાથ,અને તેના શિક્ષક કે કોચનું માર્ગદર્શન જે ખુબજ જરૂરી છે.
આપણે પણ બાળકોની આંતરિક શક્તિ ને ઓળખીને એમને એ દિશામાં આગળ વધારીએ.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें



No comments:
Post a Comment