એક વાર્તાથી આજે શરૂઆત કરીએ.
એક વિજ્ઞાનની પ્રયોગ શાળા માં મોટા મોટા વૈજ્ઞાનિકો કાર્ય કરતા હતા.એમના માંથી એક વૈજ્ઞાનિક પોતાના રોજીંદા કાર્ય પ્રમાણે પ્રયોગશાળા માં જવા માટે નીકળ્યા ત્યારે એમની પત્નીએ તેમને કહ્યું આજે વહેલા આવોતો બાળકોને મેળામાં લઈ જઈએ.એ વૈજ્ઞાનિકે કહ્યું ,હા ચોક્કસ હું આજે વહેલો આવીશ તમે તૈયાર રહેજો.
આમ કહી વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં પહોંચ્યો,ત્યાં તે પોતાના ઓફિસર એટલેકે પ્રયોગશાળાના સાહેબની ઑફિસ મા ગયા અને સાહેબને કીધુકે આજે મારે વહેલું ઘરે જવું પડશે કારણ મારા બાળકોને મારર મેળા મા લઈ જવાના છે.ત્યારે સાહેબે વૈજ્ઞાનિકને કહ્યું કે હા તમે આજે વહેલા નીકળી જજો.આ વાત સાંભળી વૈજ્ઞાનિકતો પોતાના કામે લાગી ગયો પરંતુ જ્યારે વૈજ્ઞાનિક અને સાહેબ વચ્ચે વાત ચાલતી હતી ત્યારે એમની સાથે બીજો એક કર્મચારી પણ આ સંવાદ સાંભળી રહ્યો હતો.વૈજ્ઞાનિક જ્યારે ઓફીસ માંથી બહાર ગયા ત્યારે કર્મચારીએ સાહેબને કહ્યું કે આજે તમે આમને રજા કેમ આપી? આજે તો લેબ માં બહુ કામ છે.ત્યારે સાહેબે જવાબ આપ્યોકે મને મારા વૈજ્ઞાનિક ઉપર પૂરો વિશ્વાસ છે કે જ્યાં સુધી એનું કામ પૂરું નહિ થાય ત્યાં સુધી એ અધૂરું કામ મૂકીને જશે નહિ.
કામ માં મશગુલ બનેલા વૈજ્ઞાનિકને એ જાણજ ન રહીકે રાત્રે 9 વાગી ચુક્યા છે.એતો કામ પતાવી રાત્રે 9 વાગ્યા પછી પોતાને ઘરે જતા હતા ત્યારે એમને યાદ આવ્યુ કે મારેતો આજે છોકરાઓને મેળામાં લઈ જવાના હતા.એ વિચારતો વિચારતો ઘરે પહોંચ્યો ત્યારે એને જોયુકે છોકરાઓ નવા રમકડાં રમી રહ્યા હતા.આ જોઈ એને પત્નીને પુછયું કે તું મેળામાં બાળકોને લઈ ગઈ હતી એટલે પત્નીએ કહ્યું ના....તમારા સાહેબ આવ્યા હતા અને બાળકોને મેળામાં લઈ ગયા હતા.
આ લિડરશીપ છે જેમાં લીડ કરનાર માણસને ખબર હોય કે મારી સાથે ચાલનારા માણસો કઈ તકલીફ માંથી પસાર થઈ રહ્યા છે.આ સાહેબ એટલેકે લીડ કરનાર માણસ બીજું કોઈ નહિ પણ આપના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ હતા.
આમ અબ્દુલ કલામ સાહેબ શ્રેષ્ઠ આગેવાન અને પ્રેરણાદાઈ રહ્યા છે.મિસાઈલ મેન તરીકે જાણીતા અબ્દુલ કલામ સાહેબનો જન્મ તમિલનાડુના રામેશ્વરમ માં થયો હતો.અહીંયા લોકો અબ્દુલ કલામ સાહેબને લોકો ખુબજ પૂજે છે કદાચ એ કારણોસર આ રામેશ્વરમા આવેલા રામેશ્વર મહાદેવ ના મંદિરના પરિસરમાં તેમની મૂર્તિ મુકવામાં આવી છે.આ ખુબજ ગર્વની બાબત છે કે એક વૈજ્ઞાનિકની મૂર્તિ મંદિરના પરિસરમાં મુકવામાં આવી છે.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:
Post a Comment