ભારત સરકાર દ્વારા આ વર્ષે Measles અને Rubella સામે સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરવામા આવી છે.આ અભિયાનનો હેતુ દેશ માંથી પોલિયોની જેમ ઓરી અને રુબેલાને નાબૂદ કરવા માટેનો છે.
MR રસી 9 મહિના થી લઈને 15 વર્ષના બાળકોને આપવામાં આવશે.આ રસી સરકાર દ્વારા સરકારી દવાખાના,આંગણવાડી,શાળાઓ અને મોબાઇલ વાન મારફતે મફતમાં આપવામાં આવશે.
આ રસી આપના બાળકને ઓરી અને રુબેલાથી બચાવશે.જેનાથી આપનું બાળક ન્યુમોનિયા,ઝાડા,જન્મજાત હૃદયની બીમારી,માનસિક ખોડ,બહેરાશ,અંધાપો અને અન્ય ઘાતક સમસ્યાઓથી સુરક્ષિત રહેશે.
15 જુલાઈથી શરૂ થનારા આ અભિયાન માં આપણે પણ જોડાઈએ,પોલિયો ની જેમ ઓરી અને રુબેલા થી દેશને બચાવીએ.
બે બીમારીઓને હરાવીશું
આ રસી અવશ્ય અપાવીશું.
#છોટી બાતેં
#chhoti baste
#छोटी बातें

No comments:
Post a Comment