કહેવાય છે કે જિંદગી જીવતા જો આવડે તો જીવન સફળ થઈ જાય છે .આજે જો બધાજ માણસો દુનિયામાં સારા હોત તો ક્યાંય કોઈ દુઃખી જ ના હોત પરંતુ સમય માણસ ને શીખવી જાય છે.
હમેશા જ્યારે પહેલી વાર માણસ એકબીજાને મળે ત્યારે એક બીજા માંટે આદર અને ભાવ હોય છે ,પરંતુ પ્રશ્નો તો ત્યારે જ ઉદભવે છે જ્યારે એ સંબંધો ગાઢ થઈ ગયા હોય છે.
હમેશા જ્યારે નવા નવા સંબંધો હોય ત્યારે માણસ એકબીજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરે છે.પછી અનુભવો થી માણસ ના સ્વભાવ અને વર્તન માં બદલાવ આવે છે.જેમકે બાળક તો બધા સાથે એકસરખી લાગણી બતાવે છે પરંતુ ધીમેં ધીમે આપડા વર્તન અને સ્વભાવ ને લીધે બાળકને પોતાનું અને પારકા ની સમજ વધે છે.
આમ સંબંધોનું સૌથી પહેલું કદમ એટલે વિશ્વાસ ,આગળ તો આ દુનિયા શીખવી દે છે કે કોના સાથે કેવું વર્તન કરવું.
સૌ સાથે હળીમળી ને રહીએ પણ કોઈની ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરતા પહેલા અચૂક સો વાર વિચારજો.

No comments:
Post a Comment