પ્રેમ શબ્દ સાંભળતા જ લોકો એવું વિચારી લેતા હોય છે કે બસ આ લોકો એકબીજા જોડે વાતો કરતા હશે,ઘર થી બહાર મળતા હશે,એકબીજા સાથે વોટ્સઅપ દ્વારા મેસેજ કરતા હશે.પણ દરેક સંજોગો માં આવું ના પણ હોઈ શકે.એક ઉદાહરણ જોઈએ તો કૃષ્ણ ભગવાને ગોકુળ છોડ્યા પછી રાધા જી ને મળ્યા પણ નથી છતાં આજે રાધા કૃષ્ણ ની મૂર્તિઓ મંદિરમાં જોવા મળે છે કારણ તેમનો પ્રેમ અનેરો હતો તેઓ શારીરિક રીતે એક બીજા થી દુર હતા પણ મન થી તેઓ એકબીજા ને સમર્પિત હતા.
આપણા બધા ના ઘરની જ વાત કરીએ તો આપણે જેની સાથે રહેતા હોઈએ એના મન ની વાત આપણે જાણતા નથી હોતા અને આપણા થી દુર રહેતા માણસો ના મનની વાત આપણે જાણતા હોઇએ છીએ.એક જ ઘર માં રહેતા વ્યક્તિ ના આપણે હાલચાલ પૂછતાં નથી અને દૂર રહેતી વ્યક્તિ ને મોબાઈલ થી હાલચાલ પૂછીએ છીએ.પરંતુ આજકાલ સંબંધો પણ દેખાવના થયા છે.જરૂર હોય એટલે આ મારો ભાઈ અને આ મારી બહેન પણ એ લોકો એમના મન ની વાત તો એકબીજા ને જણાવી શકતા નથી.
કહેવાય છે કે જો સંબંધોના મૂળિયા મજબૂત હશે તો અંતર ગમે તેટલા દૂર હોય તો પણ સંબંધોની સુવાસ પ્રસરતી રહેતી હોય છે.દુનિયા માં બધા ને એમ છે કે અમારે કોઈની જરૂર નથી પણ સમય બતાવે છે કે માણસ ને ચપટી ધૂળ ની પણ જરૂરિયાત ઉભી થાય છે.
જો તમારા સંબંધોના મૂળિયામાં સચ્ચાઈ,વિશ્વાસ અને પ્રેમ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને એકબીજા થી દુર કરી શકતી નથી.હા પણ બંને પક્ષે હોવું જરૂરી છે.😊

No comments:
Post a Comment