Wednesday, 4 April 2018

ભૂખ ની વેદના

દુનિયાને તમે બારીકાઈ થી જોશો તો તમને સમજ આવશે કે અહીં ઓછા લોકો ભૂખ (જે પેટ નો ખાડો પુરે એ ખોરાક) થી પરેશાન છે જ્યારે મોટાભાગના લોકો ભુખ જે (માન સન્માન,દેખા દેખી,ઈર્ષા,બદલાની ભાવના વગેરે) થી પરેશાન વધારે છે.
પોસ્ટર માં દેખાય છે કે એક બાળક ભીખ માંગી ને લાવેલ ખોરાક પણ ભૂખ્યા કૂતરાને ખવરાવી દે છે.કારણ ભૂખ્યો માણસ જ જાણી શકે છે કે ભૂખ ની વેદના કેવી હોય.આજકાલ માણસો જૂની વસ્તુ બદલી નવી વસ્તુ મેળવવા માટે ની ભૂખ હોય છે.
આપણે પણ હવે વ્યક્તિ ઓળખીને મદદ કરતા શીખવું પડશે નહીતો તમે સેવા કરશો અને સામે વાળો તમારો ગેરલાભ લઇ જશે.માણસ ને ઓળખી એની જરૂરિયાત જાણી ને જ મદદ કરવી જોઈએ.બધા કહે છે સમય બહુ ખરાબ ચાલે છે પણ સમય નહિ માનવી જ ખરાબ બનતો જાય છે આજે માણસ જ માણસ ને છેતરતો થઈ ગયો છે.પણ આપણે હમેશા એવો જ વ્યવહાર કરવો જોઈએ જે આપણને બીજા પાસે થી અપેક્ષા હોય.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:

Post a Comment