Friday, 6 April 2018

વિદાય સમારંભ

વિદાય શબ્દ સાંભળતાજ દુઃખ ની લાગણી નો અનુભવ થાય છે.પરંતુ જો વિદાય પછી વ્યક્તિ ક્યારેય ન મળવાની હોય તો બરોબર પણ જો તે રોજની જેમ નહિ પણ કોઈક દિવસ પણ મળે તો તે વિદાય આપતા દુઃખી ન થવુ જોઈએ.કારણ એ વ્યક્તિ હોય  કે પછી વિદ્યાર્થીઓ હોય તેમના જીવન ના પ્રગતિ નું નવું પગથિયું ચડતા હોય ત્યારે આપણે દુઃખી થવાને બદલે એમને સહકાર આપવો જોઈએ.અમારી શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભની ઉજવણી ખુબજ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી.આ વર્ષમાં અમારે ધોરણ 8 માંથી કુલ 76 વિદ્યાર્થીઓ અમારી શાળા માંથી વિદાય લઈ એમની જિંદગીના નવા આયામ તરફ આગળ વધી રહયા છે.

આ કાર્યક્રમમાં અમારી સેન્ટર ની દરેક શાળાના આચાર્ય સાહેબ તથા અમારા સી.આર.સી. સાહેબ જીતુભાઇ અને ગામના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ,બાળકીઓ દ્વારા સરસ સ્વાગત ડાન્સ રજૂ કરવામાં આવ્યો.આવનાર મહેમાનોનું ફુલછડી થી સ્વાગત કરવામાં આવ્યું.મહેમાનશ્રીઓ દ્વારા વિદાય લેનાર બાળકોને આશિષ વચન આપવામાં આવ્યા.આ સાથે અમારા ગામના સરપંચ,smc સભ્યો પણ હાજર રહ્યા હતા.

આખી સ્કૂલના બાળકો માટે ખુશીની વાત એ હતી કે અમારા ગામના હરગોવનભાઈ  અને રમેશભાઈ એમ બે ભાઈઓ દવારા શાળામાં તિથિ. ભોજન આપવામાં આવ્યું.બાળકોએ ખુબજ ખુશી થી ચોળા અને શીરો જમ્યા.અમારી શાળા વતી તિથિ ભોજનના દાતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
વિદાય લેનાર બાળકો ખુશ રહે અને ખૂબ ભણીને આગળ વધે એવી શુભેચ્છા.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:

Post a Comment