હનુમાન જયંતી નિમિતે મહેસાણાના હનુમાનજી મંદિરમાં દર્શન કરવા અમે ગયા ત્યારે અમારે એક અનોખી વ્યક્તિને મળવાનું થયું,હા અનોખી વ્યક્તિ એટલે એક ‘દાનવીર ભિખારી’.તમને થાય કે ભિખારી અને દાનવીર,તો હા આ ભિખારી એને મળેલા રૂપિયા ગરીબ નાના બાળકો અને ગરીબ દીકરીઓના લગ્ન પ્રસંગે ભેટ માં આપે છે.આવી અનોખી વ્યક્તિ એટલે ‘ગોદડીવાળા બાપુ’.એમને ગોદડીવાળા એટલા માટે કહે છે કારણ એ એમના શરીર ઉપર ગોદડી નું જ એક વસ્ત્ર પહેરતા હોય છે.
એમને ભિખારી કહેવું એ યોગ્ય નથી કારણ ભિખારી પોતાના માટે ધન ભેગું કરે જ્યારે આ બાપુ તેમને મળેલા રુપિયામાંથી ગરીબ કન્યાઓના લગ્ન પ્રસંગે કન્યાદાન આપે છે અથવાતો નાના બાળકોને પેન નોટ વગેરે આપી સેવા કરે છે. લોકો એમને ખુશી થી જે રૂપિયા આપે એ રૂપિયા એ ભેગા કરી બાળકો અને દીકરીઓ પાછળ ખર્ચે છે.
એમની સાથે વાત કરતા એમને જણાવ્યું કે”હું વાલિયા લૂંટારા માંથી વાલ્મિકી બન્યો છું’.મને સમજાયું કે સેવા એજ સાચો ધર્મ છે.
ત્યાં ઉભા ઉભા એમની સાથે અમે વાતચીત કરતા હતા એટલે સુધી માં તો ઘણા બધા લોકોએ એમને દાન માં રૂપિયા આપ્યા અને એ પણ એમના માગ્યા વગર.આ જોઈ મને વિશ્વાસ આવ્યો કે ખરેખર નિસ્વાર્થ માણસો પણ આ દુનિયા માં રહે છે.લોકો ને ગોદડીવાળા બાપુ ઉપર એટલો વિશ્વાસ છે કે એમને આપેલા રૂપિયા સત્ય માર્ગે જ વપરાય છે.એટલા માટેજ બધા ગોદડીવાળા બાપુને વગર માંગે રૂપિયા આપતા હતા.
મેં ઘણા વર્ષોથી એમનું નામ સાંભળ્યું હતું પણ આ ગોદડીવાળા બાપુ ના દર્શનનો આજે મોકો મને મળ્યો.
મહેસાણાનું ગૌરવ ગોદડીવાળા બાપુ
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें


No comments:
Post a Comment