Tuesday, 24 April 2018

અમારી શાળાનું ગૌરવ

   
જ્યારે આપણો વિધાર્થી આગળ વધે ત્યારે આપણને પોતાને મળેલા એવોર્ડ કરતા પણ એને મળેલા એવોર્ડ થી વધુ ખુશી થાય છે.
અમારી શાળા  શ્રી ઇન્દિરાનગર (સમ.) પ્રાથમિક શાળાને ગૌરવ અપાવતી  વિધાર્થીની દેસાઈ નિકિતાબેન ખેંગારભાઈ.આ વિધાર્થીનીની અથાગ મહેનતને ફળ સ્વરૂપે એનો પરિવાર,શાળાપરિવાર,આખું ગામ અને હવે તો આખું ગુજરાત ગર્વ લઈ રહ્યું છે.કારણ ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી ભારતીય સંસ્કૃતિની પરીક્ષામાં એ સમગ્ર ગુજરાતમાં પહેલુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.અમારી શાળા ના શિક્ષકશ્રી ઈશ્વરભાઈ વાળંદ દ્વારા ભારતીય  જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા અંતર્ગત નિકિતાબેન ને ખુબજ સારું માર્ગદર્શન આપવામાં આવે છે જેના ફળ સ્વરૂપે ગુજરાતમાં પ્રથમ નંબર તો મેળવેજ છે પણ આશા છે કે દેશ માં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરે.
                                  
કહેવાય છે કે દીકરો માતા પિતા ને યાત્રા કરાવે છે.જ્યારે આ દીકરી હવે તેના પિતા ને માંન સન્માન સાથે હરિદ્વાર ની યાત્રા કરાવશે.નિકિતા બેન ને ગુજરાત રાજ્ય વતી હવે ભારતીય સંસ્કૃતિ ની પરીક્ષા માટે હરિદ્વાર જવાનું છે જેમાં તેમના પિતાશ્રી પણ તેની સાથે જવાના છે.
પાલનપુર ભાસ્કર  સમાચાર માં આજે આ સમાચાર છપાયા છે.ખરેખર હું ભાસ્કર સમાચાર ને  થેંક્યું કહું છું કે જે આવા ભણતર અને બાળકોને પ્રેરણા રૂપ સમાચાર તેમના સમાચાર માં છાપે છે.એક સરકારી શાળામાં ભણતી વિધાર્થીની ની પ્રગતિ  લોકો સમક્ષ લાવવા બાબત હું ભાસ્કર ન્યુઝ નો આભાર માનું છું.
રવિવારે ગાયત્રી પરિવાર દ્વારા નિકિતાબેનનું શિલ્ડ અને શાલ થી સન્માન કરવામાં આવ્યું જેમાં શાંતિકુંજ હરિદ્વાર થી ઉપસ્થિત રહેલા કીર્તન ભાઈ દેસાઈ અને પ્રતાપજી શાસ્ત્રી ઉપસ્થિત  રહ્યા હતા.
આભાર ગાયત્રી પરિવાર
આભાર ભાસ્કર ન્યૂઝ
આભાર શાળા પરિવાર

No comments:

Post a Comment