સેલ ફોનના જમાનામાં આજે બાળક પણ સેલફોન થી દુર રહી શકતો નથી. કોઈ કહે કે માંરા બાળકને સેલફોન એટલેકે મોબાઈલ મા કંઈજ આવડતું નથી એ શક્ય જ નથી અને જો એની ઉંમર પ્રમાણે જાણતો ના હોય તો એના માનસિક વિકાસ માટે ના પ્રયત્નો તો કરવા જ રહ્યા.
આજ હવે એવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે કે દાદા દાદી મોઢે વાર્તા એટલે કે જાતે વાર્તા કહેવાને બદલે દાદા દાદી અને નાનું બાળક સાથે બેસી ને યુટ્યુબ માં વાર્તા નો વીડિઓ જોવે છે.જુઓ જમાનો હવે સેલફોન નો છે.
મારા દિકરાની જ વાત કરું.મારો દીકરો નિષ્ક અત્યારે 1 ધોરણમાં ભણે છે.થોડા સમય પહેલા એને મને એક પ્રશ્ન પૂછ્યો “મમ્મી મારો ફોન નંબર આપ મારે મારા friend ને આપવો છે એટલે અમે વાત કરી શકીએ”.મેં તરતજ એના પપ્પાનો મોબાઈલ નંબર આપ્યો.એને એ નંબર સાંભળીને કહ્યું આતો પપ્પાનો છે મને તો મારો નંબર જોઈએ.
બોલો હવે પહેલા ધોરણના બાળકોને પોતાના ફોન નંબર જોઈએ છે.સમય એવો આવતા વાર નહિ લાગે કે શિક્ષકોની જેમ બાળકો ને પણ પોતાના સેલ ફોન શાળા માં જમા કરાવવા પડશે.
આપડે પોસ્ટર માં જોઈ શકીએ કે બાળક પોતાની માતાની કૂખ માંથી જન્મ લેતા પહેલા ડૉક્ટર ને કહેછે કે મને સ્ટેટ્સ લખવું પડશે કે “feeling excited”પછી ડૉક્ટર સાહેબ હું બહાર ની દુનિયામાં આવું.
#છોટી બાતેં
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment