હા,આજે એક નવી દુનિયા નો અનુભવ થયો.
જિંદગીમાં જુદા જુદા અનુભવ કરતા રહેવું એજ જિંદગીને રોમાંચક બનાવે છે.આજે આવો જ એક નવો અનુભવ kitty party ના સભ્ય બની ને થયો.અમારા નાગર બ્રાહ્મણ સમાજ માં kitty party ચાલે છે.આમતો kitty party નો meaning નીચે મુજબ હોય છે.
Kitty party means...
“A regular social gathering of women in which each member contributes money to a central pool and lots are drawn to decide which member will get the entire sum.”
“an amount ofmoney that is made up ofsmall amounts given by different people, used by them for an agreed purpose:”
અમારી kitty party માં પણ કંઈક આવુજ છે.આ kitty party નું આયોજન અમારા સમાજ ની અગ્રણીય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.આ kitty party માં કોઈ એક સભ્ય ને ત્યાં kitty party નું આયોજન કરવામાં આવે છે.કિટ્ટી પાર્ટી માં જોડાયેલા સભ્યો નક્કી કરેલા રૂપિયા ભેગા કરીને જેના ઘરે કિટ્ટી પાર્ટી નું આયોજન કરેલું હોય એને આપવામાં આવે છે.આયોજક સભ્ય દવારા નાસ્તા પાણી અને વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યું હોય છે જેમાં બધા ખુબજ ઉત્સાહ થી ભાગ લેતા હોય છે.
આ પાર્ટી ની વૈવિધ્યતા એ છે કે આમાં નાની ઉંમર થી લઈ ઘરડી મહિલાઓ પણ જોડાયેલી છે જેથી દરેકના વિચારોની આપ લે થાય છે.વળી દરેક મહિનામાં એક દિવસ કિટ્ટી પાર્ટી નું આયોજન કરવામાં આવે છે.આ દરમિયાન જે સભ્ય નો જન્મ દિવસ હોય કે તેના ઘરની નાની મોટી ખુશી હોય તેની ઉજવણી કરી અભિવાદન કરવામાં આવે છે.
કહેવાય છે કે જિંદગી ને જીવતા શીખો.એવું કામ કરો જેમાં તમને ખુશી મલતી હોય.અત્યાર સુધી મેં કિટ્ટી પાર્ટીનું નામજ સાંભળ્યું હતું આજે એનો અનુભવ મારી જિંદગીમાં યાદગાર બની રહેશે.
Happy life,enjoy life
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें


No comments:
Post a Comment