અમારે હમણાં પરિવાર સાથે અંબાજી માતાજી ની પૂજા અર્થે અંબાજી જવાનું થયું.પૂજા કર્યા બાદ અમે ગબ્બર પર માતાજીની જ્યોત ના દર્શન કરવા જતાં હતાં ત્યાં અમારી મુલાકાત દિનેશભાઇ સાથે થઈ.દિનેશભાઇ ખુબજ સૂરીલી સારંગી વગાડતા નજરે જોવા મળયા .અમે ત્યાં 10 મિનિટ માત્ર એમની સારંગી સાંભળવા માટે જ ઉભા રહ્યા.
ખુબજ સુંદર સારંગી ના સુર સાંભળી ને મેં દિનેશ ભાઈને પૂછ્યું આ સારંગી તમે બજાર માંથી લાવ્યા છો ત્યારે દિનેશ ભાઈ એ જવાબ આપ્યોકે,ના આ સારંગી મેં જાતે નાળિયેરની કાછલી માંથી બનાવી છે.અહીંયા એમને સારંગી વાદનની કોઈ તાલીમ પણ લીધેલ નથી એ જાણવું જરૂરી છે વળી એ પોતે અપંગ હતા.
એમને જોઈને એવું લાગ્યું કે ખરેખર જરૂરિયાત ઉદ્દભવની જનની છે.જેને મહેનત કરીને કોળિયો મેળવવો છે એને દુનિયા માં કોઈ ચિંતા નથી.એક મહેનત અને બીજી ધગશ માણસને ભલભલું શીખવા ની તાકાત આપતી હોય છે.દિનેશભાઇ સારંગી વગાડી લોકો ને ખુશ કરી મહેનત થી રૂપેીયાં કમાંય છે.
આજ કાલ મા બાપ બાળકો પાછળ કેટલા રૂપિયા ખર્ચે,મ્યુઝિક ના ક્લાસ કરાવે,ફેસિલિટી આપે,જે જોઈ એ વસ્તુ આપે તો પણ બાળકો શીખવામાં પાછળ રહી જાય છે જ્યારે દિનેશ ભાઈ પોતાની જાતે બનાવેલી સારંગી આટલી સુંદર વગાડતા હોય તો પછી તૈયાર બનાવેલી સારંગી કે જે સારા સારંગી વાદક જોડે હોય એવી એમને મળી જાય તો....!
સમય અને સંજોગ માણસ ને ઘડે છે પણ સાથે સાથે આપણે પણ હાર માન્યા વગર મહેનત કરવી જ રહી.....
પરિસ્થિતી નો સામનો કરો,નહીતો પછી પરિસ્થિતિ બદલી નાખો.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें


No comments:
Post a Comment