The best way to find yourself is to lose yourself in the service of others.
-Mahatma Gandhi
સેવા જ એક સાચો ધર્મ છે.કહેવાય છે કે સેવા એવી હોવી જોઈએ કે સામે વાળા માણસને પોતાની ગરીબીની લાચારી ના અનુભવે.
પહેલાના જમાનાના લોકો કહેતાકે દાન એવી રીતે કરો કે જો જમણા હાથ થી દાન કર્યું હોય તો ડાભા હાથને પણ ખબર ના પડે.એનો મતલબ એ કે જો બધા ની વચ્ચે જો જરૂરિયાત ને કોઈ વસ્તુ કે રૂપિયા આપશો તો કદાચ એ લેતા સંકોચ પણ અનુભવે.
અત્યારના સમય માં જોવા મળે છે કે લોકો પોતાની નામના માટે દાન કરે છે.પોતાની ગામ કે સમાજ માં વાહ વાહ થાય એ માટે સેવા કે દાન કરતા હોય છે.હા,એ પણ છે કે બધી જગ્યાએ એવા પણ માણસો નથી કે જે પોતાની જરૂરિયાત ની વસ્તુ બીજા પાસે માગી શકે.એ લોકો ઘણી વાર શરમ અનુભવતા હોય છે.
આ સમસ્યા નો હલ હવે મહેસાણા માં આવી ગયો છે.ચાર મિત્રો એ ભેગા મળીને રામકી દીવાલ બનાવી છે. જેમાં જરૂરિયાત લોકો લઈ જાય અને જેને જરૂરી નથી એ લોકો મૂકી જાય.આ સેવા નું એક આગવું ઉદાહરણ છે.આ મિત્રો ને દિલથી ધન્યવાદ.
આવી રામકી દીવાલ માંથી માણસ પોતાની જાતે કપડા લઈ લે ને એने કોઈને પૂછવાની જરૂર રહેતી નથી જેથી એને શરમ પણ નહીં આવે.જ્યારે સેવા કરનાર ને પણ કોઈ ને જણાવ્યા વગર માત્ર દીવાલ પર કપડા મૂકી આવવાના છે જેથી એનું દાન પણ ગુપ્ત રહેશે.
જય હો મહેસાણા
जय श्री राम
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें


No comments:
Post a Comment