હવે ખુશી જ છે કારણ ....
જિંદગી હવે જીવવી છે.....
દુનિયાના દરેક માણસ ને એક વાર તો એવો અનુભવ તો થયો જ હશે કે તમે જેના માટે તમારી જાન આપો એ ને તમારી કદર જ ના હોય.
પહેલા જે વ્યક્તિ તમારા વગર જીવી નહિ શકવા ની વાતો કરતી હોય તેજ વ્યક્તિ તમારી સાથે મન મેળ નથી આવતો એવું જણાવે ત્યારે હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવો અનુભવ થાય છે.વ્યક્તિ જો તમારી હોય ત્યાં સુધી એ તમારી દરેક સારી નરસી બાબતો થી સહમત હોય છે પણ જ્યારે એને તમારા માટે પ્રેમ ઓછો થઈ જાય અથવાતો એ બીજા કોઈ સાથે પ્રેમ કરતો થઈ જાય ત્યારે એ જ માણસ ને તમારી દરેક વાત ખોટી લાગે છે.
ક્યારેક કોઈ વ્યક્તિ ખોવાઈ ગઈ હોય તો એને દુનિયાના કોઈ પણ ખૂણા માંથી શોધી શકાય છે પરંતુ આપણી સામે ઉભેલી વ્યક્તિ જ બદલાઈ ગઈ હોય તો ક્યારેય એને મેળવી શકાતી નથી.આ સમય મા આપણે આપણા ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ કે આપણા થી તો કોઈ ભૂલ થઈ નથી ને બસ પછી આપણાં સાચા હોવાનો આનંદ જ જિંદગી જીવવાની તાકાત આપે છે.
જો દુઃખ ને જ આપણો ગુરુૂ બનાવી લઈએ તો સુખ દોડતું આવે છે.
#Happy life
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment