એક નિર્ણય આખા જીવન ને બદલી નાખે છે.હા જ્યારે પહેલા કોઈ નિર્ણય લેવામાં આવે કદાચ તત્કાલીન આપણને સારો ન લાગે પણ સમય જતાં એ આપણને સારું ફળ આપે છે.જીવનમાં કોઈ પણ નિર્ણય લઈને તેના પર અમલ કરવું એ ખૂબ જ આત્મવિશ્વાસ માંગી લે એવું કામ છે.
આજે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વિધાનસભા દરમિયાન ખુબજ મહત્વ નો નિર્ણય ની જાહેરાત કરી.જેમાં ગુજરાત રાજ્યની દરેક શાળામાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજીયાત કરવામાં આવ્યું છે.પછી શાળા કોઈ પણ બોર્ડ ની હોય પણ શાળા માં ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવું ફરજિયાત રહેશે.સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય થી ગુજરાતની પ્રજા માં હર્ષ અને ગૌરવની લાગણી ઉદ્દભવી.અત્યારના સમય માં અંગ્રેજી માધ્યમ ના વધતા જતા લગાવમાં ગુજરાતી ભાષા, આપણી ગુજરાતી સંસ્કૃતિ ની જાળવણી માટે આ નિર્ણય ખુબજ મહત્વ પૂર્ણ બની રહેશે.
શિક્ષણમંત્રી એ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું હતું કે દરેક શાળામાં ગુજરાતી ભાષાના શિક્ષણ નો અમલ આવનાર પ્રથમ સત્ર 2018-2019 થી જ કરવામાં આવશે.
#જય જય ગરવી ગુજરાત
#માતૃભાષા
#છોટી બાતેં
#chhoti baate

No comments:
Post a Comment