મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.
અરે ઓછું એટલે જ પડે જ્યારે પ્રેમ ના હોય,બાકી જો પ્રેમ હોય ને તો ખારા દરિયાનું પાણી પણ મીઠું લાગે.દુનિયામાં સાચો પ્રેમ મળવો મુશ્કિલ છે,પણ સાચો પ્રેમ બીજા ને કરવો મુશ્કિલ નથી.આપણે જો બીજાના સાચા પ્રેમ ની આશા રાખીએ તો પહેલા આપણે સાચો પ્રેમ આપવો પડશે.ભલે પછી સામે વાળા ને આપણા પ્રેમ રૂપી પુષ્પમાં પાંખડીઓ ઓછી પડે.પરંતુ આપણને તો જીવનભર આનંદ રહેશે કે મેં તો સાચો પ્રેમ કર્યો હતો ,છેવટે સામે વાળના નસીબ.
ઘણા લોકો દેખાવ જુદો કરતા હોય અને તેમના મનમાં પણ કંઈક જુદું હોય.આપણે ફિલ્મમાં જોઈએ એ રીતે કે એક્ટર જ ભાડે થી માણસો બોલાવી હિરોઇન ની છેડતી કરે અને પછી એજ એક્ટર ,હિરોઇન ને બચાવે.આવું જ સાચી જિંદગી માં પણ અનુભવાય છે.જેમકે પોસ્ટર માં બતાવ્યું છે એમ બચાવનાર ની બાજુ માં જ સિડી છે, કે એ ખાડામાં પડેલા માણસ ને બચાવી લે પરંતુ માણસ ને મદદ નથી કરવી માત્ર દેખાવ જ કરવો હોય છે.
‘અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે’
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

Best one
ReplyDeleteક્યાં ખૂબ લિખા હૈ
ReplyDeleteFentastic
ReplyDelete