Tuesday, 13 March 2018

ચાલો રમતા રમતા શીખીએ...

મને આકાશમાં ઉડવું છે,મને પણ પાણીમાં તરવું છે
જિંદગીના છેલ્લા શ્વાસો સુધી,બાળક બનીને જીવવું  છે

બાળકો સાથે રમતા રમતા આપણને પણ રમવાની મજા આવી જાય છે.બાળકોને ખેલકુંદની રમત તો ગમેજ છે પણ અત્યારે પરીક્ષાના સમય માં શૈક્ષણિક રમતો પણ રમવાની બાળકોને  ખૂબ જ મજા આવે છે.
‘મારી શાળા’ માં આજે ધોરણ 5 ના બાળકો ખુબજ સરસ ઇંગલિશ વિષયમાં રમત રમતા હતા.આ રમત નું નામ હતું spelling game . આ રમત ની સમજ બાળકોને એમના ક્લાસ શિક્ષકવિનોદભાઈ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
Spelling game રમવાની રીત::-
સૌ પ્રથમ બાળકોને બે કે ત્રણ ભાગમાં વિભાજીત કરો
ત્યારબાદ પહેલી ટીમ દ્વારા બોર્ડ પર એક 
         spelling         લખવામાં આવે
આ સ્પેલિંગનો છેલ્લો લેટર જોઈ બીજી ટીમ એ લેટર પહેલા         રહે તે વો શબ્દ બનાવવાનો રહેશે.
        .દા. પહેલી ટીમ tree લખે તો બીજી ટીમ eat લખે .
આમ એક પછી એક spelling લખતા જવા.
જો કોઈ spelling ખોટો પડે તો એ ટીમ ને એક બંગડી o            મળે.
જે ટીમ પાસે બંગડી ઓછી એ વિજેતા ટીમ.
      
આમ બાળકો હસતા રમતા spelling શીખે છે.તમને એમ થાય કે આ બંગડી આપવા નું યોગ્ય નથી. પણ ભાઈ આતો બાળકોની મોજ,બાળકોની દુનિયા એમાં કઈક નવું જ જોવા મળે જે આપણા વિચાર થી પણ આગળ હોય.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

4 comments: