Saturday, 24 February 2018

યાદગાર સફર

લોકો કહે ભગવાનને ક્યાંય દેખ્યા છે?
હું કહું મારા બાળકો જ મારા ભગવાન

હસતા રમતા,વાતો કરતા,અવનવું જોતા,અવનવું વિચારતા,નિર્દોષ પ્રેમ વેરતા,સામાન્યમાં કઈક નવું જ જોતા અને વિચારતા,ખુબજ પ્રેમાળ,રમતા રમતા ગીતો ગાતા,ચાલતા ચાલતા વાતો કરતા,નાચતા કુળતા ઉછળતા,હજી લખું એટલું ઓછું એવા મારી શાળા ના બાળકો,મારા બાળકો.
જ્યારે બાળક ,બાળક માંથી વિદ્યાર્થી બને ત્યારે એની જાને જવાબદારી વધી  હોય એવું લાગે.બાળક રમતા રમતા હવે ભણતા શીખે.ભણતા ભણતા નવું જાણે અને સમજે આવું આખું વર્ષ ચાલતું રહે.આ સમય માં પ્રવાસનું આયોજન થતા જ જાણે વસંત ખીલે એવું વાતાવરણ નિર્માણ થાય.આજે આવીજ વસંત ઋતુ માં ગાંધીનગર- અમદાવાદ પ્રવાસ ની મોજ.વાહ વાહ...સુ વાત કરવી.
ખરેખર જીવનનો એક અનેરો આનંદ એટલે બાળકો સાથે પ્રવાસ.

પ્રવાસ રહેશે અમને યાદ
હમેશા ખુશ અમારો સાથ

#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

4 comments: