એક માટીની માટલી અને બાજુમાં બીજો પિત્તળનો ઘડો.બંને પાક્કા મિત્રો,સમજો કે એક બીજા વગર રહી ના શકે.
માટીની માટલી એટલે એ પિત્તળના ઘડા જેટલી મજબૂત નહિ. પિત્તળનો ઘડો દરરોજ ઘરની બહાર જાય અને બહાર ના બધાજ સમાચાર હંમેશા ઘરમાં રહેતી માટલીને આપે.માટીની માટલી ઘરની બધીજ વાત પિત્તળના ઘડા ને કરે.આમ બંને પ્રેમ થી રહેતા હતા.પિત્તળનો ઘડો બહાર થી પાણી લાવે અને માટીનો ઘડો એ પાણી ઠંડુ કરે આમ બંને નું જીવન ખુશી થી ચાલતું હતું.
એક સમય ઘરમાં નવી મટકી લાવવામાં આવી. બહાર તળાવે થી પાણી ભરી લાવ્યા પછી રોજ થોડું પાણી નવી મટકી માં રેડાતું ગયું ત્યારથી ઘડા ને સુ થયું કે ઘરમાં રહેલી માટલીની દરેક વાત ને એ ઊંઘી સમજવા લાગ્યો એમની વચ્ચે તકરાર થવા લાગી.પિત્તળના ઘડાને એમ કે હું જ દુનિયામાં સૌથી મજબૂત.એક દિવસ ની તકરાર માં પિત્તળના ઘડો, માટીની માટલી ને ઠોકર મારી ચાલી ઘયો ત્યારે માટલીમાં કાણું પડી ગયું. .માટલી ખૂબ દુઃખી થઈ પણ એને વિશ્વાસ હતો કે ભગવાન જે કરે એ સારા માટે જ કરે.એટલા માજ પુર આવ્યું અને માટલી મા કાણું પડ્યું હોવાથી એ પુરમાં દુબવાને બદલે તરી ગઇ.
આમ કોઈનું મળવું કે કોનું છુટા પડવું એ દરેક સમય સારા માટે જ છે.
Thanks god
સમયને સમજો, સમય તમને જરૂર સમજશે
ભગવાન પર વિશ્વાસ એજ મોટી જીત.
#chhotee baate
#છોટી બાતેં
#छोटी बातें

Nice
ReplyDeleteGood story
ReplyDeleteNice
ReplyDeleteNice
ReplyDelete