આજે 26 ડિસેમ્બર,ઘણી બધી શાખાઓ માં કાર્ય કરતા કર્મચારીઓને આજે boxing day ની મરજિયાત રજા મળે છે.
લોકો ને પૂછવામાં આવે કે આ બોક્સિંગ ડે એટલે શુ? તો મજાક માં લોકો કહે છે કે ઘરે રહી ને પતિ પત્ની એ ઝગડા કરવા એટલે બોક્સિંગ ડે.આતો મજાક હતી પણ ખરેખર boxing day ની મરજિયાત રજા શા માટે મળે છે તે જાણવું જરૂરી છે.
25 ડિસેમ્બરે નાતાલ ની ઉજવણી કરવા માં આવે છે.આ દિવસે ક્રિશ્ચયન લોકો એકબીજા ને ગિફ્ટ આપે છે.એકબીજા ના ઘરે મળવા જાય છે તથા ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે.હવે આ તહેવાર ક્રિશ્ચયન લોકો સુધી સીમિત રહ્યો નથી હવે તો નોન ક્રિશ્ચયન લોકો પણ નાતાલ ના તહેવાર ની ઉત્સાહ થી ઉજવણી કરે છે.
નાતાલ નો બીજો દિવસ એટલે કે નાતાલ પછી નો રવિવાર સિવાય નો બીજો દિવસ એટલે બોક્સિંગ ડે. જે દિવસે સેર્વન્ટ ને તેના માસ્ટર એટલે કે માલિક તરફ થી ક્રિસમસ ડે નિમિતે જે ગિફ્ટ મળે છે તે ગિફ્ટ તે નાતાલ ના બીજા દિવસે એટલે કે boxing day ના દિવસે પોતાના પરિવાર માટે લઇ જાય છે.બોક્સિંગ શબ્દ એટલા માટે વાપરવા માં આવે છે કે અહીં ગિફ્ટ ક્રિસમસ બોક્સ તરીકે આપવા માં આવે છે એટલે બોક્સ પરથી બોક્સિંગ શબ્દ બોલાય છે.
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment