આજ ના સમય માં બાળકો ભારતીય સંસ્કૃતિ ને જાણે એ હેતુ
થી ગાયત્રીતીર્થ શાંતિકુંજ , હરિદ્વાર દ્વારા આયોજિત... ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે.આ પરીક્ષા પહેલા શાળા લેવલે ,પછી તાલુકા,જિલ્લા અને રાજ્ય લેવલે લેવાય છે.આ પરીક્ષા માં ગાયત્રીતીર્થ શાંતિકુંજ હરિદ્વાર મારફતે ભારતીય સંસ્કૃતિ ને લગતું પુસ્તક આપવામાં આવે છે જેમાંથી પરીક્ષા ના પ્રશ્નપત્રો નીકળવામાં આવે છે.
મારી શાળા શ્રી ઇન્દિરાનગર (સમ.) પ્રાથમિક શાળા,સમશેરપુરા,તા:ડીસા,જિલ્લો: બનાશકાંઠા માં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિકિતાબેન ખેંગારભાઈ રબારી એ ખુબજ હોશિયાર અને મહેનતુ છોકરી છે.એ સ્વભાવે ખુબજ સરળ છે.તેને અવનવું જાણવું અને વાંચન કરવું ખુબજ ગમે છે.શાળાની પરીક્ષામાં પણ તે પ્રથમ નંબર લાવે છે .આજે તમને જણાવતા આનંદ થાય છે કે નિકિતાબેન શાળા,તાલુકા,અને હવે જિલ્લા લેવલે લેવાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.જે અમારી શાળા અને સમગ્ર બનાશકાંઠા નું ગૌરવ છે.
#છોટી બાતેં
#छोटी बातें


Congratulations
ReplyDelete