Friday, 22 December 2017

કોયડા ઉકેલ સ્પર્ધા

ગઈકાલે 22 ડિસેમ્બરે વિશ્વ ગણિત દિન ની ઉજવણી નિમિત્તે મારી શાળા(શ્રી ઈન્દિરાનગર(સમ) પ્રાથમીક શાળા),ડીસા, જિલ્લો: બનાસકાંઠા માં કોયડા ઉકેલ સ્પર્ધા યોજાઈ.જેમાં બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો.આ સ્પર્ધા માં જુદા જુદા 7 કોયડા આપવા માં આવ્યા અને મર્યાદિત સમય માં આ કોયડા ઉકેલવા ના હતા.આ સ્પર્ધા માં ધોરણ 5 થી 8 ના વિધાર્થીઓ એ એમાં ભાગ લીધો હતો.
ગણિત દિન નિમિત્તે બાળકો ને ગણિત ગમતું થાય અને બાળકો ગણિત વિષય માં રસ દાખવે એ હેતુ સાથે ગણિત દિન ની ઉજવણી કરવામાં આવી. કોયડાને બનાવવા અને ઉકેલવા થી બાળકોનો માનિસક વિકાસ થાય છે.તેનાથી અનેક ફાયદા છે.કેટલીક શાળાઓમાં આ પ્રકારે નિયમિત કોયડા અંગેનું આયોજન થાય છે.જ્યાં ન થતું હોય તો યોગ્ય રીતે તેને પ્રાર્થનામાં કે જાહેર બોર્ડમાં નિયમિત કોયડા લખવાનું આયોજન કરી શકાય.આમ કરવાથી બૌદ્ધિક વિકાસ થાય છે.એ તરફ વિદ્યાર્થીઓને સહજ રીતે કેળવી શકાય છે.

અત્યારે ધોરણ એક થી જ વિવિધ વિષયમાં કોયડા કે તેના જેવી પ્રવૃત્તિ માટે વિશેષ પ્રવૃત્તિનું માર્ગદર્શન પુસ્તકમાં આપેલું જ છે.કહેવાય છે કે બાળકમાં મનન કે ચિંતન કરવાની આવડતનો કોયડા દ્વારા વિકાસ થવાની સાથોસાથ અટપટા સવાલના જવાબ શોધવાની આવડત બાળક કેળવી શકે છે.

કોઈપણ પ્રકારના કોયડા દ્વારા સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર જેવી પાયાગત પ્રક્રિયાઓનો  ઉપયોગ કરતા વિદ્યાર્થી શીખે છે.સાથોસાથ ધીરજ,આત્મવિશ્વાસ અને ચિવટમાં વધારો થાય છે.

No comments:

Post a Comment