Thursday, 24 August 2017

દગડુશેઠ હલવાઈ ગણપતિ

ગણેશ ચતુર્થી ના અવસરે ગણપતિની ખુબજ સેવા પૂજા કરવામાં આવે છે..કોઈ પણ કાર્ય ની શરૂઆત ગણેશજીની પૂજા કે આરાધના થી જ કરવામાં આવે છે.ગણેશજી દુઃખોને દૂર કરી સુખ પ્રદાન કરનાર દેવ કહેવાય છે.
મારે થોડા સમય પહેલા પુના જવાનું થયું .ત્યાં અમે દગડુશેઠ હલવાઈ તરીકે ઓળખાતા ગણપતિ ગજાનન ના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું.આ ગણપતિ દગડુશેઠ હલવાઈ તરીકે કેવી રીતે ઓળખાયા એની એક કથા છે.
સને 1800 ની વાત છે.કર્ણાટકના એક દગડુશેઠ નામના હલવાઈ પૂનામાં આવીને વસ્યા.તેમની દુકાન કાકા હલવાઈ તરીકે ઓળખાય છે.આ દગડુશેઠ ખુબજ સારી મીઠાઈ બનાવતા અને વેપાર કરતા.આખા પૂનામાં તેમની મીઠાઈ વખણાવવા લાગી.એવા સમય માં ત્યાં પ્લેગ નામનો રોગ ફેલાયો .આ રોગ માં દગડુશેઠે તેમનો દીકરો ગુમાવ્યો.જેને લીધે દગડુશેઠ અને તેમના પત્ની ખુબજ દુઃખી થઈ ગયા અને ડિપ્રેશન માં આવી ગયા.તેઓ પોતાના મનને શાંતિ મળે એ હેતુ થી તેમના ગુરુ મહારાજ શ્રી માધવનાથ મહારઆજના શરણમાં ગયા.ગુરુજીએ તેમને ગણેશજીની મૂર્તિ બનાવવાનું કહ્યું.શરૂઆત થીજ જય વિજય નામના બે માણસોની નજર હેઠળ આ આરસની મૂર્તિ બનાવવા માં આવી,આ મૂર્તિનું કામ 1893માં પૂરું થયું.આ મૂર્તિ 7.5 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી છે.તે 8 કિલો સોના થી સણગારવામાં આવી છે.અને. દિવસેને દિવસે આત્યાર સુધી પણ ત્યાં ભક્તો સોનુ ચઢાવી રહ્યા છે.
લોકમાન્ય તિલક દગડુંશેઠના ખાસ મિત્ર હતા.દગડુશેઠની ભક્તિ અને વિશ્વાસ જોઈ તેમને ગણપતિનું મંદિર બનાવ્યું.અને લોકોને ગણપતિ ઉત્સવનો એક નવો વિચાર આપ્યો.આ ગણપતિની મૂર્તિને એવી રીતે મંદિરમાં મુકવામાં આવીકે બહારથી રસ્તામાંથી પસાર થતો માણસ પણ ગણપતિના દર્શન કરી શકે.
પૂનામાં ઉજવાતા ગણેશ ચતુર્થીના આ ઉત્સવમાં ખાસ બાબત એ છે કે મંદિરની બહાર મંડપ અને ખૂબ બધા શણગાર વચ્ચે ગણપતિની મંદિરમાં રહેલી સાચી જ મૂર્તિ બહાર લાવવામાં આવે છે અને લોકોને ગણપતિના આશીર્વાદ મળે છે.
છેલ્લે એટલુંજ કે જેની પાસે દગડુશેઠ હલવાઈ ગણપતિના આશીર્વાદ મળી જાય એ જીવનની ઉચ્ચ  સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે
જય ગણેશ
#ganesh

No comments:

Post a Comment