ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિનો ઇતિહાસ વાંચતા વાંચતા મને કંઈક નવું જાણવા મળ્યું.જેમાં ગણપતિ ના શરીરના અંગો પણ આપણને કંઈક સંકેત કરે છે.તે આપણને જીવન કેવી રીતે જીવવું એનો સંદેશ આપે છે.
૧. મોટું માથું એ શીખવે છે કે તમારા વિચારો મોટા-ઊંચા રાખો .
૨. ઝીણી આંખો એ શીખવે છે કે દરેક વસ્તુ ધ્યાનથી જોવાની ટેવ પાડો .
૩. હાથનું દોરડું એ શીખવે છે કે તમારી જાતને તમારા ઊંચા ધ્યેય સુધી દોરડાની માફક ખેંચીને લઇ જાવ
૪. એક દંતશૂળ એ શીખવે છે કે જે સારું હોય એને પાસે રાખી ખરાબ હોય એને ત્યજી દ્યો .
૫. એક સુંઢ એ શીખવે છે કે એની માફક કાર્યક્ષમતાથી કાર્ય કરો અને સંજોગો પ્રમાણે વર્તવાનું રાખો ..
૬. હાથનો લાડુ એ શીખવે કે જો સાધના કરો તો એના મીઠાં ફળ મળે
૭. મોટા કાન એ શીખવે છે કે બધાની વાત સારી રીતે અને વધારે સાંભળો .
૮. હાથમાં પકડેલ પરશુ-કુહાડી એ શીખવે છે કે તમારા માયાના જે બંધન હોય એને કાપી નાંખો
૯. ગણેશનું નાનું સરખું મુખ એ શીખવે કે હંમેશાં ઓછું બોલો પણ કરો બહું .
૧૦. આશીર્વાદ આપતો હાથ તમારા મોક્ષ મેળવવાના આધ્યાત્મિક માર્ગે તમારા રક્ષણ માટે જરૂરી આશીર્વાદનું પ્રતિક છે ..
૧૧. ગણેશજીનું મોટું પેટ એ શીખવે છે કે તમારી જિંદગીમાં જે સારું હોય કે ખરાબ હોય એને પેટમાં રાખો અને શાંતિથી પચાવતા શીખો ..
૧૨. ગણેશના પગ પાસે મુકેલ પ્રસાદ એ શીખવે છે કે આખું વિશ્વ તમારા કદમોમાં છે .અને તમે જ્યારે માગશો ત્યારે એ હાજર તૈયાર થઇ જશે .
૧૩. ગણેશનું વાહન ઉંદર એ શીખવે છે કે તમારી આસક્તિ ને જો તમે કાબુમાં નહી રાખો તો એ તમારા ઉપર સવાર થઇ જશે . તમને હેરાન પરેશાન કરી મુકશે . તમે કદાપી એમ થવા ન દેશો
આમ આ ઉત્સવમાં ગણેશજીના દર્શન સાથેસાથે તેમના જીવન માંથી મળતો સંદેશ પણ આપણે આપણા જીવનમાં ગ્રહણ કરીએ.
#જય ગણેશ

Nice
ReplyDelete