Saturday, 12 August 2017

મૂર્તિકાર

જિંદગી માં બધા ખુશી શોધવા માટે આમતેમ ફરતા હોય છે.એ લોકો વિચારતા હોય છે કે એવી કઇ જગ્યાએ જઈને રહું કે જેથી મનને શાંતિ મળે,પણ ખરેખર ખુશી ક્યાંય ફરવા થી કે દુનિયામાં કોઈ જગ્યા એ રહેવા થી મળતી હોત તો બધાજ લોકો ત્યાંજ જઈને રહેવા લાગત.
એકવાર એક મૂર્તિ બનાવનારને એક માણસે પૂછ્યું કે તું પથ્થર માંથી આટલી સરસ મૂર્તિ કેવી રીતે બનાવે છે ,તો મૂર્તિકારે બહુ સરસ જવાબ આપ્યો કે “મિત્ર સું દરતાતો  પથ્થર માજ છે.હું તો ખાલી એમાંથી વધારાનો પથ્થર દૂર કરું છું.”એમ આપણું પણ જીવન સુંદર જ છે એમાંથી માત્ર ચિંતાઓ દૂર કરી દો તો જિંદગી સુંદર બની જાય છે.
 કહેવાય છે કે જે થઈ ગયું એને ભૂલી જાવ અને વર્તમાનમાં નાનામાં નાની ઘટના માંથી ખુશી મેળવો.કોઈ વસ્તુની કમી હોય તો એના માટે રોયા કરતા એ આપડી સાથેજ છે અને એ આપણને મળશે એવું પોઝિટિવ  વિચાર સાથે જો જીવન જીવો અને નેગેટિવ બાબતને દૂર કરો તો આપણું પણ જીવન મૂર્તિ જેવું સુંદર બની જાય છે.
#Be positive

1 comment:

  1. Ane to kharo artist kehvaay,ke j art ne saari ritey samjto hoy,jaanto hoy.and representative karvaani sheyli dhraavto hoy.it was right artist

    ReplyDelete