Sunday, 6 August 2017

મિત્ર

મિત્રતા દિવસે હું મારા મિત્રો ને મારી યાદ અને મારી શુભેચ્છા પાઠવું છું.મિત્ર એ બૂટની જોડ જેવો હોય છે જો એક હોય તો નકામો હોય અને જો બે જોડે હોય તો જ એ ઉપયોગમાં આવે છે.વળી એક જો ખોવાઈ જાય તો તેના જેવો બીજો શોધવા જતા પણ દુનિયા માં મળી ના શકે. હા,આવા મિત્રોની જોડ મળે પણ  એના એજ તો ના જ મળે.
એક બુટ થી એક ડગલું જ ચાલી શકાય છે જ્યારે બૂટની જોડ પહેરીએ તોજ જિંદગીની સફરમાં આગળ વધી શકાય છે. મિત્ર વગર જિંદગી અધૂરી છે.મિત્ર એ આપડો આઈનો છે આપડે એને કાઈ ના કહીએ તો પણ એ આપણા દિલની વાત સમજી શકે છે.મિત્ર ખાલી એમ કહી દેને કે “દોસ્તાર હું તારી સાથે નહિ તારી પડખે છું”તો આ સાંભળતાજ બધીજ મુશ્કેલી જાને ગાયબ થઈ ગઈ હોય એવો અનુભવ થાય છે.જાને વર્ષોના અંધકાર માં રહેલા માણસને સૂર્ય નો પ્રકાશ મળે એટલો આનંદ તેને મળે છે.
મિત્ર એ આપણા જીવનનો હિસ્સો નહિ પણ એ આપણું જીવન છે.
મિત્ર છે તોજ સુખ છે બાકી તો બધું દુઃખ જ છે.  A single rose can be my garden… a single friend, my world. – Leo Buscaglia
एक अकेला गुलाब मेरा बगीचा है और एक अकेला दोस्त, मेरी दुनिया – लियो बुस्काग्लिया
એક ગુલાબ મળે ને તો એની સુગંધથી જાને આપણને આખો ફૂલોનો બગીચો મળી ગયો હોય એવો આનંદ આવે  છે એવીજ રીતે એક દોસ્ત મળવાથી જાને આખી દુનિયા આપણી છે એવું લાગે છે.જાને દુનિયામાં બીજું કાંઈ જોઈતું નથી તેમ લાગે છે.મિત્ર સાથે લોહીનો સબંધ ના હોવા છતાય એના ઉપર દુનિયા થી વધારે વિશ્વાશ આવે છે.
આ મારો મિત્ર છે એ કહેવું કે બતાવવું જરૂરી નથી પણ એ મિત્રતા નિભાવવી અને મિત્રએ તમારા ઉપર રાખેલો વિશ્વાસ ને આ જીવન ટકાવી રાખવો મહત્વનો હોય છે.આશા રાખું કે હું અને મારા મિત્રો આજીવન એકબીજા પર વિશ્વાસ રાખીએ અને મિત્રતા નિભાવીએ.
#છોટી બાતેં
#chhoti vaate
#छोटी बातें

No comments:

Post a Comment