સુદાનની એક દીકરી કે જેની મરવાની રાહ જોતું ગીધ
આ ફોટાને પુરી દુનિયામાં એટલા લોકોએ શેર કર્યો છે પણ આ ફોટા પાછળ ની વાર્તા સુ કોઈને ખબર છે ખરી?
આ ફોટો 1993માં મશહૂર ફોટોગ્રાફર કેવિન કાર્ટર દ્વારા લેવામાં આવેલો છે.તે સમયે કુપોષણ અને ભૂખમરા થી પીડિત દેશ સૂડાન ના એક ગામ ની વાત છે.જેમાં કુપોષણ અને ભૂખમરાથી પીડિત આ નાની બાળકી કે જેના માં બાપ ખોરાક ની શોધમાં જંગલમાં ગયા છે,છોકરીમાં એટલી અશક્તિ છે કે તે ઉભા થઈને તેના ઝુંપડા સુધી જઇ શકે,તે રગડીને પોતાના ઝુંપડા તરફ જતી નજરે પડે છે અને તેની પાછળ જ એક ગીધ દેખાય છે કે જે રાહ જોઈ રહ્યું છે કે ક્યારે છોકરી મરે અને ખાઈ જાય.
આવું જોઈને આંખમાં આંસુ આવી જાય એવી સ્થિતિને કેલ્વિન કાર્ટરે પોતાના કેમેરામાં કેદ કરી છે.એ સમયે આ સ્થિતિ જોઈ તે ખૂબ દુખી થયા અને છોકરી ને બચાવવા તેમને ગીધને ઉડાડી દીધું.
આ ફોટો માટે તેમને Pulitzer પુરસ્કારથી પણ સન્માનિત કર્યા હતા.
આ પુરસ્કાર મળતા એટલા બધા લોકોએ આ ફોટા વિશે પ્રશ્નો કર્યા,કેટલા એ તો આક્ષેપો પણ કર્યા કે ફોટો ખેંચાય કે દીકરીને બચાવી લેવાય પણ એ લોકો નહોતા જાણતા કે ત્યાં ની સરકારે કહ્યું હતું કે કોઈ ફોટોગ્રાફર કે બહાર થી આવેલા લોકો ત્યાંના માણસોને અડસે પણ નહીં.
વળી કેવિન કાર્ટર ને અમને મળેલા પુરસ્કાર માટે કોઈ ખુશી નહોતી કારણ એમને તો પેલી છોકરી અને ગીધની જે પરિસ્થિતિ જ નજરે આવતી હતી."તમને જાણીને દુઃખ થશે કે આ ફોટોગ્રાફર એટલો દુઃખી થઈ ગયો કે તેને 33 વર્ષે એટલે કે આ ફોટાને પેપર માં પહેલી વાર પ્રકાશિત થયા ના ત્રણ જ મહિનામાં આ મહાન ફોટોગ્રાફરે આત્મહત્યા કરી લીધી.

No comments:
Post a Comment