Sunday, 9 July 2017

ગુરુ પૂર્ણિમાની ઉજવણી શા માટે કરવામાં આવે છે?



અષાઢ સુદ પૂનમ ના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ   દિવસ છે.તેઓ સંસ્કૃતના ખુબજ જાણકાર હતા.તેમને ચારવેદોની પણ રચના કરી હતી તેથી તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે.તેમને આદિગુરુ પણ કહેવામાં આવે છે તેમના માંન માં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવે છે.
પહેલાના જમાનામાં બાળકો ઋષિમુનિના આશ્રમમાં ભણવા જતા હતા ત્યાં એમના પાસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નહિ.એટલે જ્યારે ગુરુ પૂર્ણિમામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ખુશી થી પોતાના ગુરુજીના ચરણોમાં ભેટ મુકતા અને ગુરુજીના આશિષ મેળવતા.વળી કેટલાક ભક્તો રોજ ગુરુજીનું જ્ઞાન મેળવી શકતા નહિ એટલે તેઓ અચુક આ દિવસે ગુરુજીનો સત્સંગ સાંભળવા અને તેમને પ્રણામ કરવા માટે જતા અને ત્યારથી ગુરુ પૂર્ણિમા ની ઉજવણીનું મહત્વ ચાલ્યું આવે છે
શાસ્ત્રો માં કહ્યું છે કે ગુરુ એટલે "ગુ મને અંધકાર અને રૂ માને પ્રકાશ ,એવી વ્યક્તિ કે જે આપણને અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ".એ કોઈ ભગવા કપડાં પહેરેલા હોય એવું જરૂરી નથી.
મારા મંતવ્ય મુજબ આપણી જિંદગીમાં અનેક ગુરુ આવે છે કારણ ગુરુ એટલે સાચો માર્ગ બતાવનાર.એ પછી કોઈ નાનું બાળક હોય કે મિત્ર હોય કે કદાચ આપનો દુષ્મન પણ હોઈ શકે.સૌ પ્રથમ તો આપણેજ આપણાં ગુરુ છે.ગુરુ માં સૌથી ઊંચું સ્થાન માં જે આપણને આ દુનિયા માં લાવે છે અનેક સંસ્કારો અને જ્ઞાન આપીને આપણને મોટા કરે છે.ત્યાર બાદ આપણા જીવન માં શૈક્ષણિક ગુરુ આવે છે જે આપણને  જ્ઞાન આપે છે.સાથેસાથે આધ્યાત્મિક ગુરુ પણ આવે છે જે આપણા આત્માને પરમાત્મા સાથે મિલન કરાવે છે.કલા ગુરુ જે આપણને કોઈ કલાનું જ્ઞાન આપે છે.ગુરુ કોઈ એક ના હોઈ શકે.જે આપણને ખરાબ રસ્તે જતા અટકાવી સાચો માર્ગ બતાવે એ આપણો ગુરુ.દત્તાત્રે ભગવાનને પણ એક થી વધારે ગુરુ હતા જેમાં પ્રાણીઓ ,પક્ષીઓ,વૃક્ષ નો પણ સમાવેશ થાય છે.
તો આજના ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા આધ્યાત્મિક ગુરુ શ્રી સાતપાલજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ.તથા મારા જિંદગીમાં મને સાચો માર્ગ બતાવનાર ગુરુજીઓને પણ મારા સત સત નમન.


#છોટી બાતે
#chhoti vaate
#छोटी बातें


                           

No comments:

Post a Comment