Monday, 3 July 2017

Jindgi express -7

                           @વરસાદ અને જિંદગી@
     મિત્રો,સૌથી પહેલાતો હેપી મોનસૂન. આપણે પણ ગરમીથી ત્રાસીને ચાતક પક્ષીની જેમ આકાશમાં દેખીને વરસાદની રાહ જોઈ રહ્યા હોઈએ છીએ.થોડા થોડા વાદળ પણ જો આકાશમાં દેખાયતો આપણી ખુશી વધી જાય છે.થોડા સમય માં વીજળી થાય ,વાદળનો ઘડઘડાટ સાંભળી તો દિલની ખુશીનો પાર જ નથી રહેતો અને જેવા વરસાદ ના છાંટા પડે કે આપણને જાને દુનિયાનું બધુજ સુખ આપણને મળી ગયું હોય તથા આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આપણને મળી જાય છે.....પણ જો આજ વરસાદ થોડા દિવસ રોજ આવે તો ગમે અને પછી જો એ ધોધમાર આવે અને બધે જ પાણી પાણી કરી દે તો આપણે જે વરસાદને મન્નત માગી ને લાવ્યા હતા તથા જેની આપણે આતુરતાથી રાહ જોઇ રહયા હતા એજ વરસાદ ને આપણે અપશબ્દો બોલીએ છીએ ,એજ વરસાદ થી આપણે થાકી જઈએ,એજ વરસાદ આપણું નુકસાન કરે,એજ વરસાદને આપણે કહીએ કે પાછો જતો રહે.
  મિત્રો,જિંદગી માં પણ આવુજ કૈક છે...
    આપણે જેને પ્રેમ કરતા હોઈએ ચાહે એ આપણો દીકરો,ચાહે આપનો ભાઈ કે મિત્ર,ચાહે આપનો મનગમતો પતિ હોય ,આપણે એના પ્રેમની આતુરતાથી રાહ જોઈ રહયા હોઈએ છીએ.એ પ્રેમ પણ સમય જતા ધીમે ધીમે આપણને મળે પણ છે,પ્રેમ પણ સામેવાળા તરફ થી આપણી અપેક્ષા પ્રમાણે મળતો જ રહે છે,પણ....જ્યારે એનો વધુ પડતો પ્રેમ આપણને મળતો થાઈ જાય એટલે આપણે મન એની કદર ઘટી જાય છે,આપણે એમ સમજી લઈએ છીએ કે એ તો આપણું જ માણસ છે એને ગમે તે કહીસુ કે ગમે તેવો એની સાથે વ્યવહાર કરીશુ તો પણ એ આપણને છોડીને નહિ જાય.(અરે સામે વાળો પણ માણસ જ છે ,એની પાસે પણ દિલ હોય છે)
   જે વ્યક્તિ પહેલા પ્રશ્નો આપણને પૂછતાં હતા એ આપણને ગમતું હતું એજ પ્રશ્નો વધુ પડતા પ્રેમ પછી આપણને આપના જીવનમાં જાને એ દખલગીરી કરતા લાગે છે.
  કહેવાય છે કે અતિનો હંમેશા નાશ હોય છે એટલે આપણે પણ સમજવું જોઈએ કે જેમ અતિ વરસાદ આપણને નથી ગમતું તેમ આપણે પણ જિંદગી માં આવતા લાગણીના મોજાને અતિ ઉછલવા દેવા ના જોઈએ કે જેથી સામેવાળું માણસને આપણી કદરજ ના રહે.

No comments:

Post a Comment