Sunday, 2 July 2017

Jindagi express -6


  મિત્રો ,આપણે જાણીએ છીએકે જ્યારે તમે કંઈક નવું જીવનમાં ,સમાજમાં કે આપણી આસપાસના વિસ્તારમાં કરવા જાઓ છો ત્યારે તમારી આસપાસ બોલનારા બે પ્રકારના માણસો હોય છેજેમાં એક પ્રકાર જે તમેં કરેલા કામને બિરડાવસે અને હજી તમને કૈક નવું કરવા હિંમત આપશે,પરન્તુ અફસોસ આવા માણસો ની સંખ્યા ખુબજ ઓછી હોય છે
     બીજા પ્રકારના માણસો જેમાં એમનો સમાવેશ થાય છે જે તમારા કામને બિરદાવે તો નહીં પરંતુ એ કામ માં અડચણ ઉભી કરી ક્યારે તમારું કરેલું કામ પડી ભાગે અથવા તો ક્યારે તમારું મનોબળ તૂટી જાય,તથા ક્યારે તમારો આત્મવિશ્વાસ તૂટે એની તલાશમાં જ રહેતા હોય છે અને ખબર નહિ કેમ પણ આવા લોકો ની સંખ્યા પણ દુનિયામાં ખૂબ  વધારે હોય છે જે દરેક માણસનો અભિપ્રાય હોય છે *પાછા આવા માણસો ઉધઈ જેવા હોય છે જે બીજા માણસો ને ઉધાઈની જેમ બાજુમાં પડેલા સારા લાકડાને પણ બગાડે છે*
        પરંતુ આ મુશ્કેલી માંથી બહાર નીકળવા એક નાની વાર્તા પરથી બોધ લઈએ જે નીચે મુજબ છે.
      એક પિન્ટુ નામનો દેડકો તેના મિત્રો સાથે ઝાડ નીચે રમી રહ્યો હતો.ત્યાં આસપાસ બીજા નાના મોટા ગનાં દેડકાઓ હતા.મસ્તી કરતા કરતા આ મિત્રો ને થયું આ મોટા ઝાડ પર તો કેવી રીતે ચડાય? ચલો આપના માંથી કોણ ચડી શકે?
       બધા માંથી પિન્ટુ આગળ આવ્યો અને એણે ઝાડ પર ચડવાનું સરું કર્યુ. બધા આ જોઈ ને બૂમો મારવા લાગ્યા,બીજા મોટા દેડકાઓ એને કહેવા લાગ્યા અરે પિન્ટુડા આવું કરવાનું રહેવા દે ,તારા હાથ પગ ભાગસે, તું જીવતો નહિ બચે,પછી તો આ વાત દૂર દૂર સુધી પહોંચી બધા દેડકાઓ ઝાડ નીચે ભેગા થયા.એક દાદા જેટલા મોટી ઉંમરના દેડકાએ તોવળી કહ્યું *અલ્યા આપના બાપ જન્મારામાં આવું ઝાડની ટોચ પર ચડવાનું કામ કોઈએ નથી કર્યું અને તું સુ નવું કરવા જય રહ્યો છે,આપણે જે રીતે જીવીએ છીએ એ રીતે જ જીવાય નવું ના કરાય*.
   પિન્ટુ ને તો વળી ક્યાં નીચું જોવાનું આવતું જ હતું ,એને તો ઝાડ ઉપર ચડવાનું ઊંચું લક્ષ હતું,તો પણ થોડે ચડી પિન્ટુ એ નીચું તો જોયું ,એને જોયું બીજા દેડકાઓ બૂમો પાડી રહ્યા છે ,પણ પિન્ટુ તો *બહેરો*  હતો એને તો એમ કે લોકો મને પ્રોત્સાહિત કરી રહયા છે કે પિન્ટુ...પિન્ટુ...
   અને આ જોઈ એનો ઉત્સાહ ખુબજ વધી જાય છે અને તે વધારે સ્પીડ થી ઝાડ પર ચડવા લાગે છે અને છેવટે તે ઝાડ ની ટોચ પર પહોંચી જાય છે.
    જિંદગીમાં પણ એવુંજ છે મિત્રો,ઘણી વાર બહેરા બનવામાંજ મજા છે,તમારા પર પથ્થર ફેકનારના પથ્થરને તમે ભેગા કરી તમારા મંજિલ સુધી પહોંચવાની સિડી બનાવો.પિન્ટુએ લોકો ની વાત સાંભળી હોત તો કદાચ એ હિમ્મત હારી ગયો હોત પણ એને હિમ્મત હારી નહિ .લોકોની કહેલી નેગેટિવ વાતને પોઝિટિવ લઈ લક્ષ સુધી પહોંચો,જરૂર પડે બહેરા અને મૂંગા બન્ને થઇ જાઓ.
   .....આપણી જિંદગી નથી કોઈ રમકડું
         કે બીજા એને મન ફાવે તેમ રમી જાય
         જિંદગી તો બનાવો હીરાની ખાણ
         કે આપણને શોધવા લોકો ખોદતાજ રહી જાય....
     

1 comment: