Tuesday, 18 July 2017

Jindgi express 10

દુનિયામાં જ્યારે આપણે કોઈના સંપર્ક માં આવીએ છીએ ત્યારે આપણી અપેક્ષા વધી જાય છે.એ કોઈ પછી આપણું બાળક ,આપનો મનગમતો પતિ,કોઈ સ્વજન,કોઈ પ્રાણી કે પછી કોઈ વસ્તુ જ કેમ ના હોય આપણી એના તરફ ની અપેક્ષા ઓ વધી જાય છે અને એજ આપણા દુઃખ નું કારણ બની જાય છે.

આપણા બાળકને આપણે ભણવા મૂકીએ એટલે એના તરફ થી એના માર્ક વધારે લાવે એવી આપણી અપેક્ષા હોય છે,પતિ આપણા કહેવા પ્રમાણે કરે કે પછી પત્ની મને સમજે એવી અપેક્ષા,કોઈ સ્વજન આપણા માટે આટલુતો કરવું જ જોઈ એ એવી અપેક્ષા,અરે આપણા ઘરે કૂતરો રાખી એ અને એને જો રોટલો ખવરાવીએ તો એના જોડે પણ અપેક્ષા રાખી એ કે એ આપણા ઘરની ચોકી કરે,અરે દસ રૂપિયાની વસ્તુ માટે પણ અપેક્ષા હોય છે  કે એ તૂટી ના જાય અને લાંબા સમય સુધી ટકે

   ઉપરના પોસ્ટર પરથી એજ સમજાય કે જ્યારે તમે બીજા પાસે થી અપેક્ષા રાખો એટલે તમે તમારા જીવન ને કેદ કરવા માટે એક પીંજરું તૈયાર કરી રહ્યા છો ,જુદા જુદા માણસ પાસેની અપેક્ષા એ પીંજરું તૈયાર કરવાની લાકડીઓ છે, પછી એક સમય એવો આવશે કે તમે માનસિક તણાવમાં જીવસો.એના કરતાં પરિસ્થિતિને સમજી કોઈ પણ કામ આપણે જાતે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ ,આપણે બને ત્યાં સુધી બીજા ને મદદ કરવી પણ બીજા મારું આ કામ કરશે એવી અપેક્ષા તમને પિંજરામાં પુરી દેશે અને સામેની વ્યક્તિ સાથેના સંબંધો માં તિરાડ લાવી શકે છે.

   આજના જમાના માં બીજા પાસે અપેક્ષા રાખ્યા વિના આપણાથી બની શકે એટલો પ્રેમ આપો,પછી અપેક્ષા ના રાખો કે સામેની વ્યક્તિ તમે જેટલો નિષ્ઠા થી અને વિશ્વાસ થી એને પ્રેમ કરો છો એટલાજ વિશ્વાસ થી તમને પ્રેમ કરે .બસ....પ્રેમ કરતા રહો આજે નહીતો કાલે એ તમને સમજશે અને તમને તમારા થી પણ વધારે પ્રેમ આપશે .

   અપેક્ષાઓ માનવીને કોરી ખાય છે,જ્યારે પ્રેમ અને વિશ્વાસ માણસને જીવંત રાખે છે.

#chhoti baate
#છોટી બાતેં

1 comment: