અર્થી માં ઉપયોગમાં લેવાતા વાંસ ને શા માટે ચિતા સળગાવા ઉપયોગમાં લેવાતા નથી?
મૃત્યુ સંસ્કારમાં વાંસ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જ્યારે લાશને અંતિમ સંસ્કાર આપી જલાવતા સમયે વાંસ ના લાકડાને બહાર કાઢી લેવામાં આવે છે માત્ર લાશને જ લાકડામાં સળગાવવામાં આવે છે.આનું વૈજ્ઞાનિક કારણ બહુ જ ગભરાવી નાખે એવું છે.કદાચ આ વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.
આપણા શાસ્ત્રોમાં વૃક્ષો નું ખુબજ મહત્વ જણાવ્યું છે.આપણે તો વૃક્ષોની પૂજા પણ કરીએ છીએ,વળી આયુર્વેદમાં પણ વૃક્ષોના ભાગો દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.શાસ્ત્રોના જણાવ્યા અનુસાર વાંસ ના લાકડાને સળગાવવાથી પિતૃદોષ લાગે છે તેથી વાંસને સળગાવવામાં આવતા નથી.
વાંસમાં લેડ અને બીજી કેટલીક ધાતુઓ આવેલી છે જો તે હવા માં ભળેતો ઓક્સાઇડ બનાવે છે.લેડ ઓક્સિજન સાથે ભળી લેડ ઓકસાઇડ બનાવે છે જે વાતાવરણ માં ભળતા વાતાવરણને દૂષિત કરે છે તથા આપણા શ્વાસ માં જતા શ્વાસને લગતી અને ફેફસાને લગતી બીમારી થાય છે.આ ઉપરાંત લીવરની પણ બીમારી થાય છે.
લાશનું વજન વધારે હોય છે જ્યારે વાંસ નું વજન ઓછું હોય છે તથા વાંસને બાંધીને ઠાઠડી બનાવવુ પણ સરળ રહે છે.તેથી વાંસનો ઉપયોગ થાય છે.
વૈજ્ઞાનિક રીતે વાંસને સળગાવવું હાનિકારક હોવા છતાં આપણે રોજ ઘરમાં વાંસનો ઉપયોગ કરીએ છીએ.આપણે રોજ અગરબત્તી કરીએ છીએ એમાં રહેલી લાકડી પણ ઘણીવાર વાંસ નીજ બનેલી હોય છે.એટલેજ અગરબત્તીનો ધુમાડો ન્યુરોટોકસીસ અને હેપ્ટોટોક્સિક છે જેને કારણે માનસિક આઘાત અને કેન્સર પણ થાય છે તથા લીવરના રોગો પણ થાય છે.
આપણા શાસ્ત્રો માં ક્યાંય અગરબત્તી કરવાનું જણાવ્યું નથી હંમેશા ધૂપ અને દીવાની જ વાત કરી છે તો આપણે પણ આપણા ઘરમાં આપણા સ્વાસ્થ્ય માટે ગુગળ નો કે બીજો મનગમતો ધૂપ કરી ઘરને પાવન બનાવીએ.
#વાંસ
#વાંસ

Very nice information.... Tx
ReplyDeleteuseful information... well
ReplyDeleteGood
ReplyDelete