સમય
સમય માણસને બદલી નાખે છે અથવા તો માણસને બદલાવું પડે છે.આ દુનિયામાં કોઇ પણ માણસ પર અપેક્ષા રાખો એટલે દુઃખી થવું જ પડે એ ચાહે ભગવાન જ કેમ ના હોય.
જે વ્યક્તિ ને તમે પ્રેમ કરો એ વ્યક્તિ પાસે તમારી અપેક્ષા માત્ર ઍટલીજ હોય છે કે એ એના 24 કલાક માંથી માત્ર 5મિનિટ તમને આપે કે જેમાં એ માત્ર તમારી પાસેજ હોય.એ સમય માં બંને જણા એકબીજા માટે જ જીવતા હોય.પણ અફસોસ દુનિયામાં જીવતા જીવતા માણસ ને પોતાના માટે સમય રહેતો નથી.જો ખરેખર સમય ના જ હોય તો તમારે માણસને છેતરવા ના જોઈએ.કોઈ એક રાહ જોઇને બેસી રહે અને બીજો કામમાં વ્યસ્ત રહે તો પરસ્પર સંબંધમાં અડચણ આવે છે.તેથી ભલે કોઈ એક સમય નક્કી કરો અને એ સમય ને પરસ્પર એકબીજા ના સુખ દુઃખ માટે જ વાપરો.
પણ અત્યારે તો સમય જુદો જ છે જેમાં પતિ એવુંજ સમજતો હોય છે કે પત્ની નવરી છે એતો ઘરે જ છે એટલે પતિ એના સમય મુજબ સમય કાઢે છે.પણ મિત્રો પત્ની માણસ છે,એની પાસે પણ દિલ હોય છે એ સવાર થી તમારા માટે ,તમારા પ્રેમ ભરેલા શબ્દ ને સાંભળવા,તમારો સહવાસ મેળવા આતુર હોય છે,એના મનમાં ચાલી રહેલા અનેક પ્રશ્નો ને તમારી સાથે શેર કરવા એ પતિ ની રાહ જોઈ રહી હોય છે.જ્યારે પતિને તો એમજ હોય છે કે પત્ની ઘરે જ હોય એટલે એ થાકી કે કંટાળી હોતી નથી માત્ર એ બહાર થી આવ્યા એટલે એજ કંટાળેલા હોય છે.અને આવી ને પતિ બીજી વાત કર્યા વગર માત્ર જમીને એટલું જ કહે કે હું થાકી ગયોછુ.હું કાલે વાત કરીશ હું સુઈ જાવ છું.તો વિચારો સવાર થી રાહ જોતી પત્ની નું શુ?
મિત્રો, સમય હોતો નથી નિકાળવો પડે છે,અફસોસ એ છે કે આપણને આપણા માણસ માટે જ સમય હોતો નથી.
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें

Great
ReplyDeletewonderful topic. congratulations.
ReplyDeleteRelation is a connection of two soul.
Thanks
ReplyDelete