Saturday, 29 July 2017

તુલસી વિશે આટલું જાણીએ

તુલસી ને આપણે માતા તરીકે પૂજીએ છીએ.આયુર્વેદમાં કહેવાયું છે કે તુલસી જેના ઘરમાં હોય એ ઘરના સભ્યો મોટા રોગો થી દુર રહે છે.પરંતુ તુલસી ઘર આંગણમાં હોવી જરૂરી હોવા  કરતા તેનું નિયમિત  સેવન પણ એટલુ જ જરૂરી છે.તુલસીના નિયમિત સેવાનના ઘણા બધા ફાયદા આયુર્વેદમાં બતાવ્યા છે.
પરંતુ મનુષ્ય માત્ર એવો છે કે જેને ઘરની ગંગા ની કિંમત હોતી નથી. ઘર આંગણા ની તુલસીના આટલા ફાયદા હોવા છતાં એને તુલસીના બે પાન ખાવાનો સમય નથી.તે ડૉક્ટરે આપેલી ગોળી ઓ સમય સર ગળી શકે પણ  તે ઘર આંગણની તુલસીના બે પાન ખાઈ શકતા નથી.
મિત્રો,તુલસીના ઘણા ફાયદા છે.જે તમે જોશો તો અચરજ લાગશે.અહીં તો થોડાક જ ફાયદા જણાવું છું પણ બીજા અનેક રોગોની દવા તુલસી જ છે.
તુલસી આપણા લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જાળવી રાખે છે.
તુલસી ની માજર નો ઉપયોગ કરવા થી કેન્સરમાં પણ રાહત થાય છે.
બપોરે જમ્યા પછી તુલસીના પાન ચાવવા થી પાચન શક્તિ મજબૂત થાય છે.
તુલસીના રસમાં સાકર મિલાઈને પીવાથી છાતીના દુખાવામાં આરામ થાય છે.
તુલસીના રસને 5 ગ્રામ મધ સાથે લેવાથી અસ્થમાના દર્દીને રાહત મળે છે
તુલસી થી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે.તુલસી ખાવા થી વધુ વજન ધરાવતી વ્યક્તિના વજનમાં ઘટાડો થાય છે અને ઓછા વજન ધરાવતી વ્યક્તિના વજનમાં વધારો થાય છે.
તુલસીને ચેહરા પર લગાવાથી ખીલ મટી જાય અને ફ્રેશનેશ નો અનુભવ થાય છે.
તુલસીના લીધે વાતાવરણમાં શુદ્ધતા આવે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવાય છેકે જે ઘરે તુલસી હોય તે ઘરે ધન માં વધારો થાય છે.
તુલસીના સેવનથી ચામડીના રોગો પણ દૂર કરી શકાય છે.
તુલસીના પાન ગળી જવાથી ડાયાબિટીસમાં પણ રાહત રહે છે.
આ ઉપરાંત તુલસી શરદી,ઉધરસ,તાવ,કફ વગેરે દૂર કરવા માટે ઉપયોગીછે.
      આમ ,તુલસીનું નિયમિત કરો સેવન
                રોગમુક્ત બનાવો  તમારું જીવન




2 comments: