Friday, 28 July 2017

હું તારી સાથે જ છું....


આ દુનિયામાં ઘણા લોકો અંતર મુખી હોય છે જે મનની વાત બીજાને કહી શકતા નથી અને મનની વાત મનમાં જ રાખી અંદરોઅંદર દુઃખી થતા હોય છે.પતિ પત્ની પણ જો એમને ગમતી ના ગમતી વાત મનમાને મનમાં રાખ્યા વિના એકબીજા ને શેર કરેતો દુનિયાના મોટાભાગના પતિ પત્નીના ઝગડાનું સોલ્યુશન આવી જાય.પણ બધા માણસો દુનિયામાં સરખા હોતા નથી.કેટલાક મનમાં જ મુંજાય છે અને પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે છે.એટલેજ બાજુના પોસ્ટર મા લખ્યું છેકે જો તમે કોઈને કહી શકતાના હોયતો એકાંતમાં રડી લેવું જોઈએ તો આપમેળે મનનો ભાર હલવો થાઈ જાય છે. કારણ એકાંતમાં વ્યક્તિ વધુ હસી ના શકે પણ રડી તો શકેજ.
પણ મારું એવું માનવું છેકે જો આપણને દુઃખ હોય એનું વર્ણન કર્યા વગર માત્ર આપણા પતિના કે પત્નીના ,આપણીમા ના કે  પિતાના ,મિત્ર ના કે આપણા કોઈ નજીકના સાથીના ખોળામાં માથું મૂકીને  રડી લઇ એ  પછી ભલે આપણે એને આપણું બધુજ દુઃખ જણાવી ના શકતા હોઈએ પણ આપણા મનનો ભાર હલકો થાય છે.કોઈ આપણને માત્ર એટલુંજ કહી દે  કે ચિંતાના કર હું તારી સાથે જ છું આ સાંભળતાજ દુનિયા માં જીવવાની ઈચ્છા જાગ્રત થાય છે. આપના સ્વજનના બે શબ્દો આપણા જીવનમાં આવેલા અંધકારમાં એક આશા રૂપી પ્રકાશ ફેલાવી દે છે.

No comments:

Post a Comment