Monday, 31 July 2017

લક્ષ સુધી પહોંચવા ધીરજ જરૂરી..

અત્યારે દેખાદેખી ના લીધે દુનિયા ડૂબી છે.દેખાડો કરવો એ લોકોનું પેશન બની ગયુ છે.બાજુ વાળાએ સુ કર્યું એનું ધ્યાન પોતે સુ કરે છે એના કરતાં વધારે રાખે છે.અરે એટલે સુધી દેખાદેખી થઈ ગઇ છેકે પાડોશીનો છોકરો ડૉક્ટર બને તો પોતાના બાળકો પર પણ ફરજ પાડે છી કે જો બાજુ વાળો ડૉક્ટર બન્યો તું કંઈક ભણ અને ડૉક્ટર બન.અરે દેખાદેખી થી કાઈ મળતું નથી.એના માટે આપણે આપણા ક્ષેત્રમાં રહી મહેનત કરવી પડે છે.

ઉપર ના પોસ્ટર માં દેખાય છે કે બાજુવાળાને ખોદતાં ખોદતાં હીરો મળી જાય છેતો પોતે પોતાનું ક્ષેત્ર છોડી પેલા ને જ્યાં હીરો મળ્યો ત્યાં જઈ ખોદવા લાગે છે પણ એ નથી જોતોકે પોતે જે ક્ષેત્રમાં મહેનત કરી રહ્યો છે ત્યાં હીરો મળવાની તૈયારી જ છે.પણ માણસમાં ધીરજ નથી.બસ બીજાને સફળતા મળી તો હું પણ એ ક્ષેત્રમાં જઈશ તો મને પણ જલ્દી સફળતા મળી જશે.પણ એ નથી જોતો કે આટલા વર્ષ તે જે ક્ષેત્ર માં મહેનત કરી છે તે ક્ષેત્રમાં ફળ મળવાની તૈયારી છે પણ માણસમાં ધીરજ નથી.માણસને તરત સફળતા જોઈએ છે.
આઈન્સ્ટાઈનના કહેવા મુજબ મેક્સિમમ લગભગ 90% માણસો 10 પ્રયત્ન કરી છોડી દે છે.કેટલાક માણસો 11 પ્રયત્ન કરી છોડી દે છે.કેટલાક 12માં  પ્રયત્ને કાર્ય છોડી દે છે.પણ જો માણસ ધીરજ રાખી 13મો પ્રયત્ન કરે તો તે અવશ્ય સફળ બને છે.જે વ્યક્તિ ધીરજ અને ખંત રાખી કાર્ય કરે છે તે અવશ્ય પોતાના લક્ષ સુધી પહોંચે છે.બસ ખાલી થોડા વર્ષો ધીરજ રાખી જુવો.......
#છોટી બાતેં
#chhoti baate

No comments:

Post a Comment