આઓ અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ પર તેમને યાદ કરીએ.તેમનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે.તેઓ 2002 થી 2007 સુધી રાષ્ટ્રપતિ તરીકે પોતાની ફરજ નિભાવી.તેમના કાર્યકાળ દરમિયાન એમના સારા કાર્ય ને લીધે એમને લોકલાડીલા રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેઓ મિસાઈલ મેન તરીકે પણ જાણીતા છે.
કોલેજમાં ભણતા એક દિવસ કલામ સાહેબે એક બ્રિટિશ અખબારમાં યુદ્ધ વિશેનો એક લેખ વાંચ્યો.જેનું નામ હતું સ્પ્રીંટફાયર .આ સ્પ્રીંટ ફાયર દુનિયાનું પહેલું રોકેટ હતુ.જેને ટીપુ સુલતાને બનાવ્યું હતું.ઇ.સ.1792 થી ઇ.સ.1799 દરમિયાન અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાને આ રોકેટનો ઉપયોગ કર્યો હતો.આ રોકેટની ડિઝાઇન પરથી જ અંગ્રેજો એ બીજા વિશ્વયુદ્ધ વખતે મિસાઈલ છોડનારા રોકેટ બનાવ્યા હતા.આ લેખ વાંચતાજ તેમને રોકેટ વિશે વધુ જાણવાની તાલાવેલી લાગી.એમને નવાઈ લાગી કે રોકેટની પહેલી શોધ ભારત માં થઈ હતી.ત્યાંજ એમને કોઈકે કહ્યું કે રામાયણ અને મહાભારત મા પણ આવા અગ્નિશસ્ત્રો નો ઉપયોગ થયો હતો.પછીતો કલામ સાહેબે મહાભારત અને રામાયણ વાંચી એમાં આવતા અગ્નિ શસ્ત્રો વિશે અભ્યાશ કર્યો અને મનોમન નક્કી કર્યું કે હું રોકેટ વિજ્ઞાનમાં શાંશોધન કરવાનું કામ કરીશ.
આમ તેઓ મહેનત અને પરિશ્રમ કરી મિસાઈલ મેન તરીકે ઓળખાયા.એટલેજ કહેવાય છે કે અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી.
આજે અબ્દુલ કલામ સાહેબની બીજી પુણ્યતિથિ પર એમને સત સત વંદન.

No comments:
Post a Comment